MS Dhoni: કરોડો રૂપિયાનો માલિક એમએસ ધોની 40 રૂપિયામાં વૈધ પાસે કરાવી રહ્યો છે ઘૂંટણની સારવાર
MS Dhoni: કરોડો રૂપિયાનો માલિક એમએસ ધોની 40 રૂપિયામાં વૈધ પાસે કરાવી રહ્યો છે ઘૂંટણની સારવાર
ધોનીના ત્યાં આવવાની ખબર પડતા જ તેના પ્રશંસકો મોટી સંખ્યામાં ભેગા થાય છે
mahendra singh Dhoni injury - એમએસ ધોની કોઇપણ વધારે સુરક્ષા કે તામઝામ વગર સામાન્ય દર્દીની જેમ રાંચીથી લગભગ 80 કિલોમીટર દૂર લાપુંગના ગલગલી ધામ પહોંચે છે
રાંચી : ભારતીય ક્રિકેટ ટીમનો પૂર્વ કેપ્ટન અને ઝારખંડનો સોથી મોટો ટેક્સ પેયર મહેન્દ્રસિંહ ધોની (mahendra singh Dhoni)હાલના દિવસોમાં પોતાના ઘૂંટણના દર્દથી (mahendra singh Dhoni injury)થોડો પરેશાન છે. આવામાં તમને હશે કે ધોની દેશ કે વિદેશની કોઇ મોંઘી હોસ્પિટલમાં પોતાની ઘૂંટણની સારવાર કરાવી રહ્યો હશે. જોકે આવું નથી. ધોની પોતાના ઘૂંટણની સારવાર જંગલમાં (Dhoni treatment in jungle)એક સ્થાનીક વૈધ પાસે કરાવી રહ્યો છે. એમએસ ધોની રાંચીની નજીક આવેલા સુદુર ગામમાં ઝાડની નીચે બેસીને વૈધ પાસે સારવાર કરાવી રહ્યો છે.
આ વિશે વૈધ બંધન સિંહ ખરવારે કહ્યું કે જ્યારે ધોની તેની પાસે સારવાર કરાવવા પહોંચ્યો તો તેને પણ એ જાણકારી ન હતી કે તેની સામે ધોની છે. ટીવી પર જોવામાં અને રૂબરૂ જોવામાં ઘણો ફેર છે. જંગલી જડીબુડ્ડીઓની મદદથી પારંપરિક રીતે સારવાર કરતા વૈધ બંધન સિંહ ખરવારે જણાવ્યું કે તે દરેક દર્દીની જેમ ધોની પાસે પણ દવાની ફી તરીકે 40 રૂપિયાનો ચાર્જ લે છે.
એમએસ ધોની કોઇપણ વધારે સુરક્ષા કે તામઝામ વગર સામાન્ય દર્દીની જેમ રાંચીથી લગભગ 80 કિલોમીટર દૂર લાપુંગના ગલગલી ધામ પહોંચે છે. બતાવવામાં આવી રહ્યું છે કે ધોની ઘૂંટણની સારવાર માટે દર ચાર દિવસે અહીં પહોંચે છે. ધોનીના ત્યાં આવવાની ખબર પડતા જ તેના પ્રશંસકો મોટી સંખ્યામાં ભેગા થાય છે. જેથી હવે તે ગામમાં પહોંચીને ગાડીમાં જ બેસી રહે છે. જ્યા તેને દવા આપવામાં આવે છે. મળેલી જાણકારી પ્રમાણે ધોની છેલ્લા એક મહિનાથી જંગલમાં સારવાર કરાવવા માટે પહોંચી રહ્યો છે. આ દરમિયાન ગામના ઘણા લોકોએ તેની સાથે તસવીરો પણ પડાવી છે.
અત્યાર સુધી 4 વખત સારવાર કરાવવા માટે આવી ચુક્યો છે ધોની
મહેન્દ્રસિંહ ધોની લાપુંગના ગલગલી ધામમાં દેશી ગાયનું દૂધ, ઝાડની છાલ અને ઘણી જડીબુડ્ડીઓથી બનેલી દવા પી રહ્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે ધોની વૈધ પાસે લગભગ ચાર વખત આવી ચૂક્યો છે. ધોની પોતાના માતા-પિતાના દુખાવાની દવા પણ અહીંથી જ લેશે. વૈધ બંધન સિંહ ખેરવારના મતે મારી પાસે સવારથી જ ઝારખંડ, દિલ્હી, મુંબઈ, કોલકાતા અને છત્તીસગઢથી લોકો સારવાર માટે આવે છે. બતાવવામાં આવી રહ્યું છે કે વૈધ બંધન સિંહ ખેરવાર દ્વારા તૈયાર કરવામાં આવેલી દવા પીવાથી ઘૂંટણના દુખાવામાં રાહત પહોંચે છે. જોકે ન્યૂઝ 18 આ દાવાની પૃષ્ટિ કરતું નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર