Home /News /sport /આર્મી ટ્રેનિંગમાંથી પરત ફર્યા પછી શું કરી રહ્યો છે એમએસ ધોની?

આર્મી ટ્રેનિંગમાંથી પરત ફર્યા પછી શું કરી રહ્યો છે એમએસ ધોની?

આર્મી ટ્રેનિંગમાંથી પરત ફર્યા પછી શું કરી રહ્યો છે એમએસ ધોની?

મહેન્દ્રસિંહ ધોની વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં રજા લઈને 15 દિવસ માટે આર્મી ટ્રેનિંગ માટે કાશ્મીર ગયો હતો

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસમાં રજા લઈને 15 દિવસ માટે આર્મી ટ્રેનિંગ માટે કાશ્મીર ગયો હતો. ધોનીએ 15 ઓગસ્ટ સુધી ટેરિટોરિયલ આર્મીમાં રહીને ટ્રેનિંગ કરી હતી. ટ્રેનિંગ પૂરી થયા પછી ધોની 15 ઓગસ્ટે દિલ્હી પરત ફર્યો હતો. હવે તે પોતાના અધુરા કામો પૂરા કરવામાં લાગ્યો છે. ધોની હાલના સમયે મુંબઈમાં છે અને પોતાના વ્યાવસાયિક કામો પૂરા કરી રહ્યો છે.

મિત્રો સાથે છે માહી
તેના મેનેજર અને બાળપણના મિત્ર મિહિર દિવાકરે સોશિયલ મીડિયા ઉપર ધોનીની એક તસવીર શેર કરી છે. જેમાં તે મુંબઈના ગ્રીન વૈલી સ્ટૂડિયોમાં પોતાના મિત્રો સાથે જોવા મળી રહ્યો છે. મંગળવારે ધોની શૂટમાં વ્યસ્ત હતો. તે પ્રખ્યાત હેરસ્ટાઇલિસ્ટ સપના ભાવનાની સાથે મહબુબ સ્ટૂડિયોમાં જોવા મળ્યો હતો. સપનાએ ધોનીની હેર સ્ટાઇલ પણ બદલી છે.

આ પણ વાંચો - ધોની અને પોન્ટિંગના આ મોટા રેકોર્ડથી ફક્ત એક પગલું દૂર કોહલી





વર્લ્ડ કપમાં સેમિ ફાઇનલમાં ભારતના પરાજય પછી ધોનીના નિવૃત્તિના સમાચાર આવવા લાગ્યા હતા. આ દરમિયાન તે આર્મી ટ્રેનિંગ માટે કાશ્મીર ચાલ્યો ગયો હતો. આ સમયે ટીમ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસે ગઈ છે. ધોની આ પ્રવાસ માટે હાજર ન રહેશે તેવી જાણકારી બીસીસીઆઈને આપી હતી. ધોની ટ્રેનિંગમાંથી પાછો ફરતા બધાની નજર ફરી ધોની પર ટકી છે.
First published:

Tags: Mahendra singh dhoni, Ms dhoni, મુંબઇ