Home /News /sport /Mahendra Singh Dhoni: યુઝ્ડ કારથી લઈને ડ્રોન મેકર સુધી, ધોની આ 7 બિઝનેસમાંથી કરે છે કમાણી

Mahendra Singh Dhoni: યુઝ્ડ કારથી લઈને ડ્રોન મેકર સુધી, ધોની આ 7 બિઝનેસમાંથી કરે છે કમાણી

બહુ ઓછા લોકો જાણે છે કે ધોની ઝારખંડના રાંચીમાં સ્થિત હોટલ માહી રેસિડેન્સીનો માલિક છે

Mahendra Singh Dhoni business - ધોનીએ ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે, ધોનીએ રોકાણ કરેલી કેટલીક કંપનીઓ પર એક નજર

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni)એ તાજેતરમાં ડ્રોન સ્ટાર્ટઅપ ગરુડ એરોસ્પેસ (Garud Aero space)માં હિસ્સો ખરીદ્યો છે. તેના 26 શહેરોમાં 300થી વધુ ડ્રોન અને 500 પાઈલટ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ તાજેતરમાં કંપનીના ડ્રોન ઉત્પાદન પ્લાન્ટ (Drone Product Plant)નું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીએ ધોનીને બ્રાન્ડ એમ્બેસેડર પણ બનાવ્યો છે. ધોનીએ કહ્યું, “મને ગરુડ એરોસ્પેસનો એક ભાગ બનવાનો આનંદ છે અને તેઓ જે યુનિક ડ્રોન સોલ્યુશન્સ ઓફર કરે છે, તેની સાથે તેમને આગળ વધતા જોવા માટે ઉત્સુક છું.” ગરુડ એરોસ્પેસ ઉપરાંત ધોનીએ અન્ય ઘણી કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે. અહીં ધોનીએ રોકાણ (Mahendra Singh Dhoni business)કરેલી કેટલીક કંપનીઓ પર એક નજર કરીએ.

ખાતાબુક

ખાતાબુક લોન્ચ થયાના થોડા જ સમયમાં તેની સાથે 5 કરોડથી વધુ વેપારીઓ જોડાયેલા હતા. ધોનીએ 2020માં પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે ખાતાબુક ગ્રાઉન્ડ લેવલ પર પરિવર્તન લાવવામાં સક્ષમ છે.

7 ઇંકબ્રુજ

તે ફૂડ એન્ડ બેવરેજ કંપની છે. આ કંપનીના શેરહોલ્ડર હોવાની સાથે ધોની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. કંપનીએ ગયા વર્ષે Copter 7 બ્રાન્ડ નામ હેઠળ ચોકલેટ્સ અને પીણાંની શ્રેણી લોન્ચ કરી હતી. આ નામ ધોનીના હેલિકોપ્ટર શોટ અને જર્સી નંબર પરથી પડ્યું છે.

આ પણ વાંચો - આ 5 ક્રિકેટર્સે પોતાની પિતરાઇ બહેન સાથે કર્યા છે લગ્ન, એક ભારતીય ખેલાડીનું નામ પણ છે લિસ્ટમાં

કાર્સ 24

ધોનીએ વર્ષ 2019માં આ કંપનીમાં રોકાણ કર્યું હતું. આ કંપની વર્ષ 2015 માં શરૂ કરવામાં આવી હતી અને વપરાયેલી કારની ખરીદી અને વેચાણનો સોદો કરે છે.

હોમલેન

આ એક એવી કંપની છે જે ઘરોના ઇન્ટિરિયર ડિઝાઇનિંગના કામમાં લાગેલી છે. ધોનીએ વર્ષ 2021માં આ કંપનીમાં રોકાણ કર્યું હતું. આ કંપની 2014માં શરૂ કરવામાં આવી હતી.

હોટલ માહી રેસિડેન્સી

બહુ ઓછા લોકો જાણે છે કે ધોની ઝારખંડના રાંચીમાં સ્થિત હોટલ માહી રેસિડેન્સીનો માલિક છે. આ ધોનીનું હોમટાઉન છે. આ હોટેલની અન્ય કોઈ બ્રાન્ચ નથી.

સ્પોર્ટ્સફિટ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ

આ કંપનીની માલિકી ધોની પાસે છે. આ કંપની સમગ્ર ભારતમાં 200 થી વધુ જીમ ચલાવે છે, જે સ્પોર્ટ્સફિટ વર્લ્ડ નામથી ચલાવવામાં આવે છે.
First published:

Tags: Mahendra singh dhoni, Sports news

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો