સુશાંતની આત્મહત્યાથી તૂટી ગયો છે ધોની, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ના ડાયરેક્ટર નીરજ પાંડેએ ફોન પર કરી વાત

News18 Gujarati
Updated: June 16, 2020, 4:38 PM IST
સુશાંતની આત્મહત્યાથી તૂટી ગયો છે ધોની, ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ના ડાયરેક્ટર નીરજ પાંડેએ ફોન પર કરી વાત
સુશાંતની આત્મહત્યાથી તૂટી ગયો છે ધોની, ડાયરેક્ટર નીરજ પાંડેએ ફોન પર કરી વાત

ધોનીની બાયોપિક ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં સુશાંતે ધોનીનો રોલ ભજવ્યો હતો

  • Share this:
નવી દિલ્હી : અભિનેતા સુશાંતસિંહ રાજપૂત (Sushant Singh Rajput)નું ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) સાથે ખાસ કનેક્શન છે. ધોનીની બાયોપિક ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’માં સુશાંતે ધોનીનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મના નિર્દેશક નીરજ પાંડેએ (Neeraj Pandey)એ જણાવ્યું કે સુશાંતે અચાનક દુનિયાને અલવિદા કહી દેતા ધોની તૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે 34 વર્ષના સુશાંતે રવિવારે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આત્મત્યા કરી લીધી હતી.

ધોનીએ સુશાંતના નિધન પર અત્યાર સુધી કોઈ નિવેદન આપ્યું નથી. ‘એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’સુશાંતની કારકિર્દીની બેસ્ટ ફિલ્મ હતી. આ ફિલ્મ માટે સુશાંતની ઘણી પ્રશંસા થઈ હતી.

આ પણ વાંચો - ‘એમએસ ધોનીની જેમ બેસતો, ખાતો અને પછી જમીન પર ઊંઘી જતો હતો સુશાંત સિંહ રાજપૂત’

નીરજ પાંડેએ કહ્યું હતું કે હું બોલવાની સ્થિતિમાં નથી. હું બપોરથી જ મીડિયા સાથે સતત વાત કરી રહ્યો છું. હું એટલું જ કહીશ કે મેં પોતાનો એક નજીકનો વ્યક્તિ ગુમાવી દીધો છે. તમારે જે પૂછવું હોય તે જલ્દી પૂછો, નીરજ પાંડેએ કહ્યું હતું કે માહી ભાઈને ફોન કરવા સિવાય મેં તેના ખાસ બે મિત્રો મિહિર દિવાકર અને અરુણ પાંડેને પણ ફોન કર્યો હતો. તે બધા આ સમાચાર સાંભળી આઘાતમાં છે. માહી ભાઈ તો આ ખબર સાંભળી સાવ તૂટી જ ગયો છે.

સુશાંતસિંહ રાજપૂતે ધોનીના રોલ માટે વિકેટકિપિંગ શીખવા માટે ઘણી મહેનત કરી હતી. તેણે પૂર્વ ભારતીય વિકેટકીપર કિરણ મોરેએ ટ્રેનિંગ આપી હતી. તેણે મેદાન પર વિકેટકિપિંગ શીખવા માટે મોરે સાથે 9 મહિના પસાર કર્યા હતા. આ ફિલ્મના નિર્દેશક નીરજ પાંડેએ રવિવારે બપોરે ધોનીને ફોન કરીને સુશાંતના આત્મહત્યાની જાણકારી આપી હતી.
First published: June 16, 2020, 4:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading