Home /News /sport /T20 World Cup 2021: ધોનીના Mentor બનવાથી ટીમ ઈન્ડિયાને થશે 5 ફાયદા, બનાવશે ચેમ્પિયન!

T20 World Cup 2021: ધોનીના Mentor બનવાથી ટીમ ઈન્ડિયાને થશે 5 ફાયદા, બનાવશે ચેમ્પિયન!

કોહલી પહેલાં એમ.એસ. ધોની કેપ્ટન હતો, ધોનીએ ટેસ્ટ મેચમાં ભારતને 60 મેચમાં કેપ્ટનશીપ કરી અને 27માં જીત અપાવી હતી જયારે 18 મેચમાં હાર થઈ છે અને 15માં હાર થઈ હતી આમ ધોની કરતાં પણ કોહલીનો રેકોર્ડ વધારે સારો રહ્યો

ધોની મેદાનમાં ઉતર્યા વગર જ કેવી રીતે ટીમ ઈન્ડિયાને જીતાડી શકે છે ટી20 વર્લ્ડ કપ? જાણો પાંચ પોઇન્ટ્સમાં

  નવી દિલ્હી. ટીમ ઈન્ડિયાએ (India Squad for T20 World Cup) 17 ઓક્ટોબરથી શરૂ થનારા ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ભારતીય સિલેક્ટરોએ ખૂબ જ સંતુલિત ટીમ પસંદ કરી છે. ટીમમાં યુવા અને અનુભવી ખેલાડીઓનું મિશ્રણ કરવામાં આવ્યું છે. કેટલાક ચોંકાવનારા નિર્ણય પણ કરવામાં આવ્યા છે જેમાં રવિચંદ્રન અશ્વિનની વાપસી સામેલ છે જે પૂરા 4 વર્ષ બાદ ટી20માં પસંદગી પામ્યો છે. વર્ષ 2017માં અશ્વિને છેલ્લીવાર ટી20 રમી હતી અને હવે તેને અચાનક ટી20 વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરાયો છે. આ ઉપરાંત મહેન્દ્ર સિંહ ધોનીને (Mahendra Singh Dhoni) ટીમ ઈન્ડિયાના મેન્ટર બનાવવામાં આવ્યો છે જે બીસીસીઆઇનો માસ્ટર સ્ટ્રોક તરીકે જોવામાં આવી રહ્યો છે. આવો આપને જણાવીએ ધોની મેદાનમાં ઉતર્યા વગર જ કેવી રીતે ટીમ ઈન્ડિયાને જીતાડી શકે છે ટી20 વર્લ્ડ કપ?

  ધોનીનો બહોળો અનુભવ

  ટી20 વર્લ્ડકપમાં મહેન્દ્ર સિંહ ધોનીનો અનુભવ ટીમ ઇન્ડિયા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે. ટી20 ક્રિકેટની વાત કરીએ તો ધોનીએ 98 ટી20 આંતરરાષ્ટ્રીય અને 211 આઈપીએલ મેચ રમી છે. ધોનીએ આ તમામ મેચોમાં વિકેટકીપિંગ કર્યું છે. કેપ્ટન તરીકેનો તેનો અનુભવ બહમૂલ્ય છે. મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે બદલાઈ શકે છે, ભાગ્યે જ કોઈ ક્રિકેટર ધોની કરતાં વધુ જાણતો હશે. ટી20 વર્લ્ડ કપમાં ધોની પોતાના અનુભવના આધારે જ ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન બનાવી શકે છે.

  બેટિંગ ઓર્ડર મામલે ધોનીની સલાહ ઉપયોગી સાબિત થશે

  આઈસીસી ટૂર્નામેન્ટમાં અનેકવર ટીમ ઈન્ડિયાના બેટિંગ ક્રમમાં ઘણી વખત સમસ્યા જોવા મળી છે. 2019ના વર્લ્ડ કપમાં પણ ચોથા નંબરના બેટ્સમેનને લઈને મૂંઝવણ ભરેલી સ્થિતિ હતી. ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાએ એવા બેટ્સમેનોની પસંદગી કરી છે જે કોઈપણ નંબર પર રન કરી શકે છે, પરંતુ કયા બેટ્સમેનને કયા સમયે, કયા નંબર પર મોકલવો છે... આ પ્રશ્નોના જવાબ ધોની કરતાં ભાગ્યે જ બીજું કોઈ જાણતું હશે.

  મહેન્દ્ર સિંહ ધોની બોલિંગ આક્રમણની રણનીતિ નક્કી કરી શકે છે

  મહેન્દ્ર સિંહ ધોની ભલે મહાન બેટ્સમેન અને વિકેટકીપર હોય પરંતુ તેને બોલરોનો કેપ્ટન કહેવામાં આવે છે. હકીકતમાં ધોનીની સલાહ અસંખ્ય વાર બોલરો માટે કામ આવી છે. પછી તે યુઝવેન્દ્ર ચહલ હોય, કુલદીપ યાદવ હોય, દીપક ચાહર હોય કે પછી શાર્દુલ ઠાકુર હોય. આ તમામ બોલરો પોતાની સફળતામાં ધોનીનું ખૂબ મહત્ત્વનું યોગદાન માને છે. ટી 20 વર્લ્ડ કપ 2021 દરમિયાન ધોની પોતાની સલાહથી બોલરોની ધાર તેજ કરી શકે છે.

  આ પણ વાંચો, T20 World Cup 2021: વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત, મેન્ટર તરીકે ઘોની સાથે જશે

  પ્લેઇંગ ઇલેવનની યોગ્ય પસંદગી

  ટીમ ઇન્ડિયાએ ટી 20 વર્લ્ડ કપ માટે ખૂબ જ મજબૂત ટીમ પસંદ કરી છે, પરંતુ પ્લેઇંગ ઇલેવનમાં કયા ખેલાડીઓ હોવા જોઇએ અને કોને બહાર રાખવા જોઈએ તે નક્કી કરવું પણ ખૂબ જ જરૂરી છે. ધોની, વિરાટ અને રોહિત શર્મા મળીને મજબૂત અને સંતુલિત પ્લેઇંગ ઇલેવન પસંદ કરી શકે છે.

  આ પણ વાંચો, T20 World Cup: ટીમ ઇન્ડિયાના 7 ખેલાડી પ્રથમ વખત રમશે ટી-20 વર્લ્ડ કપ, રેકોર્ડ છે શાનદાર

  દરેક ખેલાડીની નબળાળ-તાકાત ધોની જાણે છે

  મહેન્દ્ર સિંહ ધોનીની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ટીમ ઇન્ડિયાના દરેક ખેલાડીને ખૂબ સારી રીતે જાણે છે. તે ખેલાડીની તાકાત શું છે અને તેની નબળાઈ શું છે, ધોની તે ખેલાડીઓ કરતા વધારે ખબર છે. કદાચ આ જ કારણ છે કે તે સરેરાશ ખેલાડીને પણ મેચ વિનરમાં ફેરવી દે છે. માહી ટી 20 વર્લ્ડ કપમાં પણ આવો જ જાદુ બતાવી શકે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Mahendra singh dhoni, T20 World Cup 2021, Team india, બીસીસીઆઇ, વિરાટ કોહલી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन