મહેન્દ્રસિંહ ધોનીએ લોર્ડ્સમાં બનાવ્યા બે મોટા રેકોર્ડ

તેવા સમાચાર સામે આવ્યા છે કે મહેન્દ્ર સિંહ ધોની હવે બોલીવૂડમાં રોકાણ કરશે. અને આ અંગે તે જલ્દી જ જાહેરાત પણ કરશે. ધોની ફિલ્મ જગત અને કોરપોરેટ હાઉસ સાથે મળીને ફિલ્મ પ્રોડ્યૂસર તરીકે બોલીવૂડમાં તેમની નવું કેરિયર શરૂ કરવા જઇ રહ્યા છે.

 • Share this:
  ઇંગ્લેન્ડ સામેની બીજી વન-ડેમાં 37 રનની ઇનિંગ્સ દરમિયાન મહેન્દ્રસિંહ ધોનીએ વન-ડે ક્રિકેટમાં 10 હજાર રન પુરા કરવાની સિદ્ધિ મેળવી હતી. આ સિવાય વન-ડેમાં 300 કેચ કરવાની પણ સિદ્ધિ મેળવી હતી. ધોનીએ એક મેચમાં બે મોટા રેકોર્ડ બનાવ્ચા હતા.

  દસ હજારી ક્લબનો હિસ્સો બન્યો માહી

  દસ હજાર રનના આંકડા સુધી પહોંચનાર ખેલાડીઓમાં ધોની હાલ એકમાત્ર સક્રિય ખેલાડી હશે. વન-ડેમાં 10 હજાર રન બનાવનાર ધોની ભારતનો ચોથો ખેલાડી બન્યો છે.  ભારત માટે સચિન તેંડૂલકરે, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીએ 10,000 રનનો આંકડો પાર કરી લીધો છે. આ મેચ પહેલા વિકેટકિપર બેટ્સમેન 10,000ની સ્પેશ્યલ ક્લબમાં સામેલ થવાથી માત્ર 33 રન દૂર હતો.  વિકેટ પાછળ 300 કેચ

  ધોની વન-ડેમાં 300 કેચ પુરા કરવાની પણ સિદ્ધિ મેળવી હતી.  ટીમ ઈન્ડિયાના વિકેટ કિપર ધોનીથી માત્ર એડમ ગિલક્રિસ્ટ (417), માર્ક બાઉચર (402) અને કુમાર સંગાકાર (383) જ આગળ છે. જ્યારે ધોની સૌથી વધારે 107 સ્ટમ્પિંગ કરવાનો રેકોર્ડ પહેલા બનાવી ચૂક્યો છે.
  Published by:Mujahid Tunvar
  First published: