IPL 2018 : અંતિમ લીગ મેચમાં ધોનીએ કર્યો કમાલ, દિગ્ગજોને પછાડીને બનાવ્યો રેકોર્ડ

News18 Gujarati
Updated: May 21, 2018, 2:49 PM IST
IPL 2018 : અંતિમ લીગ મેચમાં ધોનીએ કર્યો કમાલ, દિગ્ગજોને પછાડીને બનાવ્યો રેકોર્ડ

  • Share this:
બે વર્ષ પછી કેપ્ટનસી કરવા ઉતરેલ મહેન્દ્રસિંહ ધોની આ આઈપીએલ સિઝનમાં શાનદાર ફોર્મમાં નજરે આવ્યો છે. ધોની આ વખતે કેપ્ટનસી, બેટિંગ અને વિકેટકીપિંગથી બધાને પોતાના મૂરીદ બનાવી લીધા છે. આ સિઝનમાં તેને કેટલાક રેકોર્ડ પોતાના નામે કરી નાંખ્યા છે. આવો જ એક રેકોર્ડ તેમને પોતાના નામે પોતાની અંતિમ લીગ મેચમાં કર્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબ વિરૂદ્ધ મુકાબલા દરમિયાન આર. અશ્વિનનો કેચ પકડીને ટી-20 ક્રિકેટનો સૌથી સફળ વિકેટકિપર બની ગયો. આ વિકેટ પાછળ તેનો 216મો શિકાર હતો.

ત્યાર બાદ ધોનીએ વધુ બે કેચ પકડ્યા અને આ સાથે જ તેના નામે 218 શિકાર થઈ ગયા. ધોનીએ પાકિસ્તાનના કામરાન અકમલને પાછળ છોડ્યો. અકમલે 215 શિકાર કર્યા છે. ત્યાર બાદ નંબર આવે છે શ્રીલંકાનો દિગ્ગજ ક્રિકેટર કુમાર સંગકારાનો જેને 202 શિકાર કર્યા છે.

પંજાબ વિરૂદ્ધ મેચમાં ધોનીએ ત્રણ શિકાર કર્યા. પહેલા તેમને ગેલનો કેચ પકડ્યો, ત્યાર બાદ રવીન્દ્ર જાડેજાની ઓવરમાં મનોજ તિવારીને પોતાનો શિકાર બનાવ્યો. આ સિઝનમાં ધોનીએ અત્યાર સુધી નવ કેચ અને બે સ્ટમ્પિંગ કરી છે. જ્યારે આઈપીએલના 11 વર્ષમાં તેમને 85 કેચ અને 32 સ્ટમ્પિંગ કરી એટલે ટોટલ 117 શિકાર કર્યા છે. ધોનીએ આંતરાષ્ટ્રીય ટી20 મેચમાં 49 કેચ અને 29 સ્ટમ્પિંગ કરી છે.

આઈપીએલ 2018માં ધોનીની ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. આ ટીમે એકવાર ફરીથી સાબિત કરી દીધું છે કે, આ લીગમાં સૌથી સફળ ટીમ છે. ટૂર્નામેન્ટ શરૂ થયા પહેલા ધોનીની સીએસકેને બૂઝૂર્ગ ટીમ કહીને તેની મજાક ઉડાવવામાં આવી રહી હતી, કેમ કે તેમની ટીમમાં યુવા ખેલાડીઓની ઉણપ હતી. આજ ચેન્નાઈ સુપર કિંગ્સે નવમી વખત આઈપીએલમાં પ્લેઓફમાં ગઈ છે જે એક અનોખો રેકોર્ડ છે. સીએસકે એકમાત્ર એવી ટીમ છે, જેને જ્યારે પણ આઈપીએલ રમી છે તો ક્વોલિફાય કર્યું છે. આ ટીમ છ વખત ફાઈનલમાં પહોંચી છે અને બે વખત આઈપીએલ વિજેતા બની ચૂકી છે. આ સિઝનમાં સીએસકે બે વર્ષના પ્રતિબંધ પછી પરત ફરી છે.
First published: May 21, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading