એશિયા કપથી પહેલા ભારત-પાકિસ્તાનમાં જોવા મળી 'મિત્રતા'- વીડિયો વાયરલ

News18 Gujarati
Updated: September 15, 2018, 4:11 PM IST
એશિયા કપથી પહેલા ભારત-પાકિસ્તાનમાં જોવા મળી 'મિત્રતા'- વીડિયો વાયરલ
એશિયા કપની શરૂઆત થવા જઈ રહી છે અને બધી જ ટીમો ખિતાબ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે.

એશિયા કપની શરૂઆત થવા જઈ રહી છે અને બધી જ ટીમો ખિતાબ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે.

  • Share this:
એશિયા કપની શરૂઆત થવા જઈ રહી છે અને બધી જ ટીમો ખિતાબ જીતવા માટે તનતોડ મહેનત કરી રહી છે. પરંતુ એશિયન ટીમો વચ્ચે બાદશાહતની જંગથી એક દિવસ પહેલા નેટ પ્રેક્ટિસ દરમિયાન એક મજેદાર વીડિયો સામે આવ્યો છે, જે હાલમાં વાયરલ થઈ ગયો છે.

અસલમાં ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ કરી રહી હતી અને આ દરમિયાન પાકિસ્તાનના ઓલરાઉન્ડર શોએબ મલિક અચાનક ભારતીય કેમ્પમાં પહોંચી ગયા. તે સામેથી ચાલીને ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્સમેન મહેન્દ્રસિંહ ધોની પાસે આવે છે, જેથી ધોની તેમના આવતાની સાથે જ પોતાનો હાથ તેમના મિલાવવા માટે લાંબો કરે છે અને બંને હાથ મિલાવે છે. માહી અને બંને એકબીજા સાથે વાતો કરે છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા કેપ્ટન રોહિત શર્મા સહિત કેટલાક ખેલાડીઓ ત્યાં હાજર છે.

આ વીડિયો એએનઆઈએ શેર કર્યો છે, જ્યારે ભારત અને પાકિસ્તાનના આ મિત્રતાભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત બીસીસીઆઈએ પણ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર નેટ પ્રેક્ટિસની તસવીરો શેર કરી છે.તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા એશિયા કપમાં પોતાના અભિયાનની શરૂઆત 18 સપ્ટેમ્બરે હોંગકોંગ વિરૂદ્ધ કરશે, જ્યારે પાકિસ્તાન સામે 19 સપ્ટેમ્બરે ટીમ ઈન્ડિયામાં રમાશે, જેનો દરેક ક્રિકેટ પ્રેમી આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. એશિયા કપ ભારતે છ વખત જ્યારે પાકિસ્તાને એક વખત પોતાના નામે કર્યો છે.

 
First published: September 15, 2018, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading