IPL 2021: ધોની ચેન્નાઇ માટે રમશે 200મી મેચ, પંજાબ સામેની મેચમાં બનાવશે આ રેકોર્ડ

IPL 2021: ધોની ચેન્નાઇ માટે રમશે 200મી મેચ, પંજાબ સામેની મેચમાં બનાવશે આ રેકોર્ડ

 • Share this:
  મુંબઇ: દુનિયાના સૌથી દિગ્ગજ ખેલાડી અને ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ઘોની (MS dhoni)એ શુક્રવારે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ત્રણ વાર ચેમ્પિયન બનેલી ચેન્નાઇ સુપરકિંગ્સ માટે વાનખેડે સ્ટેડિયમમાં 200મી મેચ રમવા માટે ઉતર્યો હતો. તેણે પંજાબ સામે પહેલા ટોસ જીતીને બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

  સૌથી મહત્વની વાતતો એ છે કે, ઘોનીએ આ 200 મેચમાંથી માત્ર એક મેચ છોડીને તમામમાં ચેન્નાઇ સુપરકિંગ્સની કેપ્ટનશીપ કરી છે. તે 2012ની ચેમ્પિયન્સ લીંગની મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન હતો અને માત્ર તે મેચમાં જ તે કેપ્ટન ન હતો.  ધોનીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં સીએસકે માટે 176 મેચ રમી છે. આ ઉપરાંત, તેણે ચેમ્પિયન્સ લીગ ટી-20 ટૂર્નામેન્ટમાં 24 મેચોમાં પણ આ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ધોનીએ 2016-17 સીઝનમાં 30 આઈપીએલ મેચોમાં રાઇઝિંગ પૂણે સુપરજાએન્ટ ટીમનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું.  ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ વખત આઈપીએલની ટ્રોફી જીતી હતી. તેણે આ લીગમાં અત્યાર સુધીમાં 199 મેચોમાં 40.63 ની એવરેજથી કુલ 4632 રન બનાવ્યા છે, જેમાં 23 ફિફ્ટીનો સમાવેશ છે. આઈપીએલમાં તેનો સ્ટ્રાઇક રેટ પણ 136થી વધુ છે.

  39 વર્ષીય ધોનીએ ચેમ્પિયન્સ લીગમાં 24 મેચ રમી હતી અને કુલ 449 રન બનાવ્યા હતા. તેની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈએ વર્ષ 2010 અને 2014 માં બે વાર ચેમ્પિયન્સ લીગનો ખિતાબ જીત્યો હતો. આ અનુભવી વિકેટકીપર બેટ્સમેને આઈપીએલમાં કુલ 216 છગ્ગા ફટકાર્યા છે, જે ભારતીયોમાં એક રેકોર્ડ છે.
  Published by:kuldipsinh barot
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ