Video: યુવકે ખુલ્લા પગે દોડી 100 મીટરની રેસ 11 સેકન્ડમાં પૂરી કરી

રામેશ્વર ગુર્જરે ખુલ્લા પગે રસ્તા પર રેસ લગાવી

ભારતનો ઉસૈન બોલ્ટ! વાયરલ વીડિયો જોઈ શિવરાજ સિંહ ચૌહાણ અને કિરણ રિજિજૂ બન્યા પ્રશંસક

  • Share this:
    મધ્ય પ્રદેશના એક યુવકે ખુલ્લા પગે દોડીને 100 મીટરની રેસ 11 સેકન્ડમાં પૂરી કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જ રમત-ગમત મંત્રી કિરણ રિજિજૂની નજર આ વીડિયો પર પડી. તેઓએ આ યુવા ઍથ્લીટનું ઍથ્લેટિક્સ એકેડમીમાં એડમિશન અપાવવાનું વચન આપ્યું છે. જે યુવકનો વીડિયો વાયરલ થયો છે તેનું નામ રામેશ્વર ગુર્જર છે અને તે 19 વર્ષનો છે. તે શિવપુરના એક ખેડૂત પરિવારમાંથી આવે છે.

    ચૌહાણે રિજિજૂ પાસે માંગી હતી મદદ

    મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ શુક્રવાર રાત્રે રામેશ્વરની વીડિયો શેર કર્યો. નોંધનીય છે કે શિવપુરી ચૌહાણનો ગૃહ જિલ્લો છે. તેઓએ તેની સાથે લખ્યું કે, ભારતની પાસે અનેક સારી પ્રતિભાઓ છે. તેમને યોગ્ય અવસર અને યોગ્ય મંચ પૂરા પાડવામાં આવે તો ઈતિહાસ રચવામાં આગળ રહેશે. દેશના રમત-ગમત મંત્રી કિરણ રિજિજૂને નિવેદન કરું છું કે તેઓ આ યુવા ઍથ્લીટને તેની સ્કિલ્સ સુધારવામાં મદદ કરે.

    આ પણ વાંચો, 27 વર્ષથી ઝૂંપડામાં રહેતી હતી શહીદની પત્ની, યુવાઓએ સ્વતંત્રતા દિવસે ભેટ કર્યુ ઘર

    રિજિજૂએ મદદ કરવાનો ભરોસો આપ્યો

    થોડી વાર બાદ રિજિજૂએ ચૌહાણના ટ્વિટની પ્રતિક્રિયા આપી અને મામલામાં દખલ કરવાનું આશ્વાસન આપ્યું. તેઓએ લખ્યું કે, શિવરાજ સિંહ ચૌહાણજી યુવકને મારી પાસે મોકલવા માટે કહેજો. હું તેને ઍથ્લેટિક્સ એકેડમીમાં પ્રવેશ અપાવવાની વ્યવસ્થા કરીશ.

    મધ્ય પ્રદેશના રમત-ગમત મંત્રી જીતૂ પટવારીએ રામેશ્વર ગુર્જર સાથે જોડાયેલા અહેવાલને શેર કરતાં કહ્યું કે, પૂરતી ટ્રેનિંગ અને સંસાધન મળતા તે 100 મીટરની રેસ 9 સેકન્ડમાં પૂરી કરી શકે છે. તેઓએ રામેશ્વરને ભોપાલ પણ બોલાવ્યો.

    બોલ્ટના નામે છે 100 મીટર રેસનો વર્લ્ડ રેકોર્ડ

    ભારતમાં સૌથી ઝડપી 100 મીટર રેસનો નેશનલ રેકોર્ડ અમિયા મલિકના નામે છે જેઓએ 10.26 સેકન્ડમાં આ રેસ પૂરી કરી હતી. પટિયાલામાં શુક્રવારે 100 મીટર પુરુષોની રેસમાં નુજરતે 10.81 સેકન્ડમાં રેસ પૂરી કરી. બીજી તરફ, આ કેટેગરીનો વર્લ્ડ રેકોર્ડ જમૈકાના ઉસૈન બોલ્ટના નામે છે જેણે 9.58 સેકન્ડમાં આ સિદ્ધિ મેળવી હતી.

    આ પણ વાંચો, ત્રણ તલાક અને આર્ટિકલ 370 પછી હવે આ કામ કરશે મોદી સરકાર!
    Published by:Mrunal Bhojak
    First published: