ન્યૂઝ 18 ગૂજરાતી : મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નઇ સુપરકિંગ્સ એકવાર ફરી આઇપીએલ જીતવા માટે મેદાનમાં ઉતરવાની છે. શનિવારે ચેન્નઇ સુપરકિંગ્સની પહેલી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સામે થવાની છે. જે માટે ચૈન્નઇની ટીમ પણ તૈયાર દેખાય છે.
ચેન્નઇની ટીમ ગત સપ્તાહથી કેપ્ટન ધોની હોય કે પછી સુરેશ રેના કે પછી તેના વિદેશી ખેલાડી ઘણી મહેનત કરી રહ્યાં છે. આ દરમિયાન ખેલાડી મસ્તી મઝાક પણ કરી રહ્યાં છે.
શુક્રવારે પણ એવું જ કંઇક જોવા મળ્યું છે. જ્યારે ચેન્નઇ સુપરકિંગ્સનાં કેપ્ટન એમ.એસ ધોનીએ ફેન્સની ડિમાન્ડ પર સીટી વગાડી હતી. પ્રેક્ટિસ પછી ચેન્નઇની ટીમ બસમાં બેઠી હતી અને તેના બસને ફેન્સે ઘેરે લીધી હતી. ત્યારે કેટલાક ફેન્સે ધોનીને સીટી વગાડવાની કહી હતી. ધોનીએ તેમને નિરાશ ન કર્યા અને સીટી વગાડી દીધી હતી. જે પછી ફેન્સનો જોશ એકદમ ઉપર ચઢી ગયો હતો.
થોડા દિવસો પહેલા ચેન્નાઇમાં પ્રેક્ટિસ ચાલી રહી હતી. ધોની મેદાન વચ્ચે પ્રેકટિસ કરી રહ્યાં હતાં. ત્યારે જ એક ક્રિકેટપ્રેમી મેદાનમાં ઘુસી ગયો. તે ધોની સાથે હાથ મેળવવા માંગતો હતો. ધોનીએ જ્યારે તેને મેદાનમાં જોયો તો તે અવાક રહી ગયો. ધોની પોતાને તેનાથી બચાવવા લાગ્યાં. ધોનીને ફેન્સથી બચાવવા માટે ચેન્નાઇ સુપર કિંગનાં બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી વચ્ચે આવી ગયા. ધોનીએ તેમની ટીશર્ટ પકડી લીધી. તે પછીનો નજારો તો જોવા લાયક હતો. ધોની જાણે તેની સાથે મઝા કરી રહ્યો હતો તેમ ભાગ્યો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર