Home /News /sport /IPL 2023નું કાઉન્ટ ડાઉન શરુ! લખનૌની ટીમે લોન્ચ કરી નવી જર્સી, ટીમ ઈન્ડિયા જેવો જ લુક
IPL 2023નું કાઉન્ટ ડાઉન શરુ! લખનૌની ટીમે લોન્ચ કરી નવી જર્સી, ટીમ ઈન્ડિયા જેવો જ લુક
lucknow super giants
LUCKNOW SUPER GIANTS JERSEY: ગણતરીના દિવસોમાં આઈપીએલ સિઝન શરુ થવાની છે. તે પહેલા લખનૌ સુપર જાયન્ટસએ અમદાવાદમાં આઈપીએલ સીઝન 2023 માટે નવી જર્સી લોન્ચ કરી છે.
અમદાવાદ: આગામી 31 માર્ચથી IPL સિઝન 2023 શરુ થઈ રહી છે. આઈપીએલની અલગ અલગ ટીમ વચ્ચે ક્રિકેટનો મહા મુકાબલો થવાનો છે ત્યારે આઈપીએલ સીઝન 2023ની તૈયારીઓ અલગ અલગ ટીમ દ્વારા શરુ કરી દેવાઈ છે. લખન સુપર જાટન્ટસએ ટીમ માટે નવી જર્સી લોન્ચ કરી છે. જુઓ કેવી છે લખનૌ સુપર જાટન્સની નવી જર્સી!
ગણતરીના દિવસોમાં આઈપીએલ સિઝન શરુ થવાની છે. તે પહેલા લખનૌ સુપર જાયન્ટસએ અમદાવાદમાં આઈપીએલ સીઝન 2023 માટે નવી જર્સી લોન્ચ કરી છે. ફેશન ડિઝાઈનર કૃણાલ રાવલે લખનૌ સુપર જાયન્ટસની ટીમ માટે ટીશર્ટ ડિઝાઈન કરી છે. આ જર્સી ખુબજ આકર્ષક છે. એક મેસેજ આપી જતી આ જર્સી કલા, કારીગરી બહેતર ડિઝાઇન અને જીવંતતાનો સમાવેશ કરીને ખેલદીલી તેમજ એકતાની મજબૂત ભાવનાનું પ્રદર્શન આ જર્સીમાં કરવામાં આવ્યું છે.
વિશ્વ વિખ્યાત ગ્રાફિક આર્ટીસ્ટ એમ.સી. એશરની વિઝ્યુઅલ આર્ટસ
જર્સીની ડિઝાઈન યુવા અને આક્રમક લખનૌ સુપર જાયન્ટસ ટીમના ક્રિકેટની રમતના અજોડ જુસ્સા અને અવિરત ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે. આ ડિઝાઈન વિશ્વ વિખ્યાત ગ્રાફિક આર્ટીસ્ટ એમ.સી. એશરની વિઝ્યુઅલ આર્ટસ થી પ્રેરિત છે. ડિઝાઈનનો ઉદેશ એક એવો સંદેશ આપવાનો છે જે ક્રિકેટની રમતની પ્રકૃતિની જેમ બોલ્ડ અને સચોટ છે.
ટીમના મેન્ટર ગૌતમ ગંભીરએ જણાવ્યું કે ટીમની નવી જર્સી એ વાતની અભિવ્યક્તિ છે કે કેવી રીતે ફેશન અને રમતની બે અલગ અલગ દુનિયા એક મંચ પર આવે છે. અને ક્રિકેટને ગ્લેમર સાથે નવી ઉર્જા લાવે છે. ટીમના માલિક ડો. સંજીવ ગોયન્કાએ જણાવ્યું કે ક્રિકેટમાં જર્સી માત્ર એક યુનિફોર્મ નથી આ એક સન્માન અને વિશેષાધિકારની વાત છે.
આ પ્રસંગે બીસીસીઆઈના સચિવ જય શાહ, લખનૌ સુપર જાયન્ટસના માલિક ડો. સંજીવ ગોયન્કા, ટીમના મેન્ટર ગૌતમ ગંભીર અને ટીમના કેપ્ટન કે એલ રાહુલ ઉહસ્થિત રહ્યાં હતા.આ ટી શર્ટનું અમદાવાદ, યુપી સહિત અલગ અલગ 8 શહેરોમાં લાઈવ સ્ક્રીનીંગ સાથે લોન્ચિંગ થયું છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર