Home /News /sport /પાંચ વર્ષ પછી આવીને પાંચ વિકેટ લઈ ગયો! દિલ્હી સામે લોકેશ રાહુલની લખનૌ સુપર જાયન્ટ્સનો વિજય

પાંચ વર્ષ પછી આવીને પાંચ વિકેટ લઈ ગયો! દિલ્હી સામે લોકેશ રાહુલની લખનૌ સુપર જાયન્ટ્સનો વિજય

IPL 2023 LSG VS DC: લોકેશ રાહુલની કેપ્ટન્સીમાં લખનૌનો વિજય થયો હતો. લખનૌ સુપર જાયન્ટ્સએ હોમ ગ્રાઉન્ડ પર 50 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી.

IPL 2023 LSG VS DC: લોકેશ રાહુલની કેપ્ટન્સીમાં લખનૌનો વિજય થયો હતો. લખનૌ સુપર જાયન્ટ્સએ હોમ ગ્રાઉન્ડ પર 50 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી.

IPL 2023 ની ત્રીજી મેચમાં લખનૌ સુપર જાયન્ટસ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ટી-20 મેચમાં આજે લોકેશ રાહુલની કેપ્ટન્સીમાં લખનૌનો વિજય થયો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ (LSG vs DC) એ કાયલ મેયર્સ અને ફાસ્ટ બોલર માર્ક વૂડની મદદથી દિલ્હી કેપિટલ્સને 50 રનથી હરાવીને શાનદાર જીત નોંધાવી હતી.

પહેલી ઇનિંગમાં લખનૌના બેટ્સમેન મેયર્સે શાનદાર અડધી સદીની ઇનિંગ્સ રમીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી દીધી હતી, ત્યાર પછી બીજી ઇનિંગમાં માર્ક વૂડે પોતાની કાતિલ બોલિંગની મદદથી દિલ્હી કેપિટલ્સના એક પછી એક બેટ્સમેનોને ઘરભેગા કરી દીધા હતા અને ટીમને વિજય અપાવ્યો હતો.  દિલ્હીને 50 રનની અંદર 3 મોટા ફટકા પડ્યા હતા. લખનૌની દિલ્હી કેપિટલ્સની ટીમ પર આ સતત ત્રીજી મોટી જીત છે. આ પહેલા આઈપીએલની છેલ્લી સિઝનમાં બંને ટીમો 2 વખત આમને સામને ટકરાઇ હતી અને બંને વખત કેએલ રાહુલની આગેવાનીમાં લખનૌ સુપરજાયન્ટ્સ જીતી હતી. સુપર જાયન્ટ્સ તરફથી ઇંગ્લિશ ફાસ્ટ બોલર માર્ક વુડે 5 વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ઇંગ્લિશ ક્રિકેટરોએ આઈપીએલમાં ભાગ લીધો નહોતો. અને માર્ક વૂડ પાંચ વર્ષના લાંબા સમય પછી ફરી IPL રમી રહ્યો છે.




 194 રનના ટાર્ગેટ સામે ફસકી પડી દિલ્લી કેપિટલ્સ


લખનૌ સુપર જાયન્ટ્સે આપેલા 194 રનના ટાર્ગેટનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે માત્ર 139 રન જ બનાવી શકી હતી. દિલ્હી કેપિટલ્સ તરફથી કેપ્ટન ડેવિડ વોર્નરે 56 રનની ઇનિંગ રમી હતી.

આ પણ વાંચો: KKR vs PBKS: ટીમ ઈન્ડિયામાંથી જેને ખૂબ ગાળો પડી એ બોલર ચાલી ગયો, પંજાબે કોલકાતાને પછાડ્યુ

ચેઝ કરવા ઉતરેલી દિલ્હીની ટીમનેને પહેલો ફટકો પાંચમી ઓવરના ત્રીજા બોલ પર લાગ્યો હતો જ્યારે માર્ક વૂડે ઓપનર પૃથ્વી શૉને 12 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન મોકલી દીધો. આ પછી દિલ્હીને તરત આ જ સ્કોર પર બીજો ઝટકો લાગ્યો હતો. વુડે મિશેલ માર્શને ખાતું પણ ખોલાવા દીધું ન હતું. અને શૂન્ય પર આઉટ કરતો હતો. માર્ક વુડે સરફરાઝ ખાનના રૂપમાં પોતાનો ત્રીજો શિકાર પૂરો કર્યો. સરફરાઝે 4 રન બનાવ્યા અને કૃષ્ણપ્પા ગૌતમના હાથે કેચ આપીને પેવેલિયન ભેગો થયો હતો. આખરે કે એલ રાહુલની કેપ્ટન્સીમાં લખનૌ સુપર જાયન્ટસ પોતાના હોમ ગ્રાઉન્ડમાં પ્રથમ મેચમાં વિજયી બની હતી.


First published:

Tags: IPL 2023