Home /News /sport /Tokyo Olympics: બ્રોન્ઝ મેડલ વિજેતા લવલિનાના સંઘર્ષની કહાની, પિતા મહિને કમાતા 1300 રૂપિયા

Tokyo Olympics: બ્રોન્ઝ મેડલ વિજેતા લવલિનાના સંઘર્ષની કહાની, પિતા મહિને કમાતા 1300 રૂપિયા

(AFP Photo)

Tokyo Olympics- ઓલિમ્પિકમાં જતા પહેલા તેમના ઘર સુધી પહોંચવા માટે રસ્તો પણ સારો ન હતો. આગામી દિવસોમાં રસ્તાનું સમારકામ થાય તેવી કોઈ આશા પણ ન હતી પણ ઓલિમ્પિકમાં લવલિનાએ દેશ માટે મેડલ પાકો કરતા જ રસ્તાનું કામ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગયું છે

વધુ જુઓ ...
પાર્થેશ શુક્લા : ઓલિમ્પિક બોક્સિંગની (Tokyo Olympics)69 કિલોગ્રામની વેટ કેટેગરીમાં ભારતીય બોક્સર લવલિના (Lovlina Borgohain)સેમિ ફાઈનલ મેચમાં હાલની વર્લ્ડ ચેમ્પિયન તુર્કીની બુસેનાજ સુરમેલી સામે હારી ગઈ છે. તેણે બ્રોન્ઝ મેડલથી (bronze medal)સંતોષ માનવો પડ્યો છે. લવલિનાની હાર ભલે થઈ હોય, પરંતુ તેણે ભારતીય બોક્સિંગમાં નવો ઈતિહાસ રચ્યો છે. લવલિના સેમિ ફાઈનલ જીતી હોત તો ઓલિમ્પિક બોક્સિંગની ફાઈનલમાં પહોંચનારી ભારતની પ્રથમ બોક્સર બની ગઈ હોત. જોકે લવલિનાની ઓલિમ્પિકમાં સેમિફાઈનલ સુધી પહોંચવાની સિદ્ધિ પણ ઓછી નથી. દીકરીએ દુનિયામાં દેશનું નામ રોશન કર્યુ છે.

ઓલિમ્પિકમાં મેડલ જીતતા ગામમાં બનશે પાકો રસ્તો

આસામના ગોલાઘાટ જિલ્લાની રહેવાસી લવલિના ઓલિમ્પિકમાં ભાગ લેનારી આસામની પહેલી મહિલા ખેલાડી છે. ઓલિમ્પિકમાં જતા પહેલા તેમના ઘર સુધી પહોંચવા માટે રસ્તો પણ સારો ન હતો. આગામી દિવસોમાં રસ્તાનું સમારકામ થાય તેવી કોઈ આશા પણ ન હતી પણ ઓલિમ્પિકમાં લવલિનાએ દેશ માટે મેડલ પાકો કરતા જ રસ્તાનું કામ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગયું છે. લવલિનાના ઘરની આસપાસના વિસ્તારને દુકાળગ્રસ્ત જાહેર કરાયો છે..પણ લવલિના જયારે કવાર્ટર ફાઈનલ મેચ રમતી હતી ત્યારે તેના ઘરબાજુ ભારે વરસાદ થયો અને રસ્તા પર કાદવ કાદવ થઈ ગયો હતો. હવે લવલીના ટોક્યોથી પરત ફરશે તે પહેલા આ રસ્તાનું સમારકામ થઈ જાય તેવી રીતે કામ ચાલી રહ્યું છે. લવલિનાનું ઘર બરપાથર શહેરથી લગભગ 3 કિલોમીટર દૂર છે. જયાં રસ્તાના કેટલાક ભાગમાં ખાડાઓ છે. 2 કિલોમીટરનો વિસ્તાર કિચડ કિચડ છે.

આ પણ વાંચો - Tokyo Olympics : ભારતીય મહિલા હોકી ટીમનો સેમિ ફાઇનલમાં પરાજય, હજુ મેડલની આશા જીવંત

પિતા મહિને કમાતા હતા 1300 રૂપિયા

બાળપણમાં લવલિનાએ ભારે સંઘર્ષનો સામનો કરવો પડયો છે. લવલિનાના પિતા એક નાના વેપારી હતા અને મહિને 1300 રૂપિયા કમાતા હતા. માટે લવલિનાની આસામથી ઓલિમ્પિકની રાહ સરળ ન હતી. લવલિના માતાના આરોગ્યને લઈ પણ ચિંતિત રહેતી હતી. માતાની સફળ સર્જરી પછી લવલિના ફરી પાછો અભ્યાસ કરવા માંડી હતી. લવલિના વીડિયોના માધ્યમથી અભ્યાસ કરતી અને આજે આ દીકરીએ બોક્સિંગમાં ભારતને બ્રોન્ઝ અપાવ્યો છે.

કિક બોક્સિંગથી બોક્સિંગની સફર

લવલિના બોક્સિંગમાં આવતા પહેલા કિક બોક્સિંગ કરતી હતી. જેમાં પણ તેઓ રાષ્ટ્રીય સ્તરે પદક જીતી ચૂકી છે. લવલિનાએ પોતાની બે મોટી બહેનો લીચા અને લીમાને જોઈને કિક બોક્સિંગ કરવાનું શરૂ કર્યુ હતું. લવલિના 2018 અને 2019માં થયેલા વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં પણ કાસ્ય પદક જીત્યો હતો. ઉપરાંત 2018 કોમનવેલ્થ ગેમ્સમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
First published:

Tags: Boxing, Lovlina Borgohain, Lovlina Borgohain Wins Bronze, Tokyo 2020 Olympics, Tokyo Olympics