Home /News /sport /Cricketers Love Story: ખાસ મિત્રની બહેનને જોઈને જ પહેલી નજરમાં દિલ દઈ બેઠો હતો આ ક્રિકેટર

Cricketers Love Story: ખાસ મિત્રની બહેનને જોઈને જ પહેલી નજરમાં દિલ દઈ બેઠો હતો આ ક્રિકેટર

syeda khusbakht

2010માં સરફરાઝે પોતાના મિત્રના ઘરે પહોંચ્યો, જ્યાં પહેલી વાર તેણે ખુશબખ્તને જોઈ. નજરોના બાણ એવા વાગ્યા કે, પહેલી નજરમાં જ ક્રિકેટરને પ્રેમ થઈ ગયો અને દિલ દઈ બેઠો.

નવી દિલ્હી: વાત થઈ રહી છે પાકિસ્તાનના વિકેટકીપર બૈટર સરફરાઝ અહમદની.તેની શરીકે હયાતે છે સૈયદા સૈયદા ખુશબખ્ત.સરફરાઝ અને સૈયદાનો પ્રેમ પહેલી નજરનો પ્રેમ છે. બંને એક બીજીના પ્રેમમાં બંધાઈ ચુક્યા હતા, પણ 2 વર્ષ સુધી છુપાઈને રહ્યા. આખરે સરફરાઝે હિમ્મત બતાવી અને પરિણામે ખુશબખ્ત તેની આજીવન સાથી બની ગઈ.

આ પણ વાંચો: Earthquakes: તુર્કીમાં ભયાનક ભૂકંપ: રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતા નોંધાઈ, મોટી તબાહીની આશંકા

આ લવ સ્ટોરીન શરુઆત કંઈક આવી રીતે થઈ. સરફરાઝની ખુશબખ્તના ભાઈ સાથે મિત્રતા હતી. બંને એકસાથે અંડર 12 ક્રિકેટ રમતા હતા. ખુશબખ્તના વાલિદ અમ્પાયર હતા, એટલા માટે સરફરાઝને તેમની સાથે ઓળખાણ હતી. ખુશબખ્તના ભાઈએ ક્રિકેટ છોડી તો સરફરાઝે વાતચીત પણ ઓછી કરી દીધી. થોડો સમય વિત્યા બાદ 2009માં બંનેની ફરી મુલાકાત થઈ.

2010માં સરફરાઝે પોતાના મિત્રના ઘરે પહોંચ્યો, જ્યાં પહેલી વાર તેણે ખુશબખ્તને જોઈ. નજરોના બાણ એવા વાગ્યા કે, પહેલી નજરમાં જ ક્રિકેટરને પ્રેમ થઈ ગયો અને દિલ દઈ બેઠો. બેચેન દિલને ટાઢક થાય એ માટે વારંવાર ઘરે આવવા જવાનું શરુ થયું. ખુશબખ્ત સરફરાઝનો ઈરાદો જાણતી જ નહોતી, પણ તેના દિલમાં પણ ક્યાંક ક્યાંકને પ્રેમના અંકુરો ફુટી રહ્યા હતા. જો કે, ઘરવાળાઓને કહેવાની હિંમ્મત બેમાંથી એકેયમાં નહોતી. જ્યારે સરફરાઝથી રહેવાયું નહીં તો, એક દિવસ તેણે પોતાની માતાની સામે દિલ ખોલીને વાત કહી દીધી. પછી તો શું તુરંત સામે પક્ષે મેસેજ ગયો. ખુશબખ્ત અને સરફરાઝના સંબંધ 2012માં નક્કી થયા અને 2015માં લગ્ન થઈ ગયા.

લગ્ન બાદ કિસ્મત બદલાઈ


ખુશબખ્તનો સંબંધ જોડાયા બાદ સરફરાઝે ન ફક્ત પાકિસ્તાન ટીમનો કેપ્ટન બન્યો પણ 2017માં તેની આગેવાનીમાં ટીમે ભારતને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી. ખુશબખ્ત પણ ક્રિકેટનો શાનદાર શોખિન છે. સરફરાઝે હાલમાં જ 4 વર્ષના લાંબા ગૈપ બાદ પાકિસ્તાન ટીમમાં જોરદાર વાપસી કરી. તેમણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ મેચની સીરીઝમાં 84ની સરેરાશથી 355 રન ફટકાર્યા. તેમાં 1 સદી અને 3 અર્ધસતક સામેલ હતા. સરફરાઝ પ્લેયર ઓફ દ મેચની સાથે સાથે સીરીઝ પણ બન્યો. પાકિસ્તાન ટીમની કપ્તાનીમાં ફેરફાર થવાની સ્થિતીમાં સરફરાઝ ટેસ્ટ ટીમની આગેવાની માટે મજબૂત દાવેદાર બનીને ઊભર્યો.
First published:

Tags: Cricketers, Love story, Pakistan cricket team

विज्ञापन