જેલમાં સજા ભોગવવા દરમિયાન આ ક્રિકેટરને થયો પ્રેમ, પોતાની વકીલ સાથે કરી લીધા લગ્ન

પાકિસ્તાની ક્રિકેટરની પ્રેમ કહાની.

પાકિસ્તાન (Pakistan)ના એક ક્રિકેટરને પોતાનો જ કેસ લડી રહેલી વકીલ સાથે પ્રેમ થઈ ગયો હતો અને તેની સાથે લગ્ન કરી લીધા હતા.

 • Share this:
  નવી દિલ્હી : ક્રિકેટની દુનિયામાં આપણે અનેક પ્રેમ કહાની જોઈ છે. અમુક લોકોએ સરહદ પાર લગ્ન કર્યા તો અમુકે બોલિવૂડની અભિનેત્રીઓ સાથે લગ્ન કર્યા છે. જોકે, પાકિસ્તાન (Pakistan) ના મોહમ્મદ આમિર (Mohammad Amir)ની કહાની જરા હટકે છે. પોતાના જીવનની મુશ્કેલ ઘડીમાં તેણો પોતાની જીવનસાથીની પસંદગી કરી હતી. પાકિસ્તાનનો આ ક્રિકેટર ઇંગ્લેન્ડમાં મેચ ફિક્સિંગના આરોપમાં જેલમાં સજા ભોગવી રહ્યો હતો ત્યારે તેને પોતાની મહિલા વકીલ સાથે પ્રેમ થઈ ગયો હતો.

  મોહમ્મદ આમિરનો ફિક્સિંગ કેસ લડી રહી હતી નરજિસ

  વર્ષ 2010માં મેચ ફિક્સિંગ વિવાદમાં ફસાવાને કારણે મોહમ્મદ આમિર (Mohammad Amir) ઇંગ્લેન્ડમાં હતો, જ્યાં મામલાની સુનાવણી ચાલી રહી હતી. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં મોહમ્મદ આમિર, મોહમ્મદ આસિફે તત્કાલિન કેપ્ટન સલમાન બટ્ટના કહેવા પર જાણીજોઈને નો બૉલ નાખ્યો હતો. આ આરોપ પછી આમિર પર પાંચ વર્ષનો બૅન મૂકવામાં આવ્યો હતો. આમિરનો (Mohammad Amir) કેસ પાકિસ્તાની મૂળની વકીલ નરજિસ લડી રહી હતી.

  આ કેસની સુનાવણી દરમિયાન બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જે બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, એ સમય બંનેએ કોઈને આ અંગે જણાવ્યું ન હતું. આમિરના મુશ્કેલ સમયમાં તેણી તેની સાથે જ હતી. જેલમાં સજા ભોગવ્યા પછી આમિર પાકિસ્તાન આવ્યો હતો અને વર્ષ 2014ના વર્ષમાં રીત-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.  આમિરે બૅન બાદ શાનદાર વાપસી કરી હતી

  મોહમ્મદ આમિરે (Mohammad Amir) 17 વર્ષની ઉંમરમાં પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket)માં પોતાની ઓળખ બનાવી હતી. તે પોતાની સ્પિડ માટે જાણીતો હતો. વર્ષ 2009માં આમિરને પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમમાં મોકો મળ્યો હતો. જોકે, તેના એક વર્ષ બાદ જ ઇંગ્લેન્ડ વિરુદ્ધ મેચ દરમિયાન સ્પૉટ ફિક્સિંગને કારણે તેના પર પાંચ વર્ષનો પ્રતિબંધ લાગી ગયો હતો. વર્ષ 2015માં તેણે ક્રિકેટની દુનિયામાં વાપસી કરી હતી.  આમિર પર એવા સમયે બૅન લાગ્યો હતો જે ઉંમરમાં ફાસ્ટ બોલરો પાસે સૌથી વધારે મોકો હોય છે. છતાં આમિરે 2016માં પાકિસ્તાન ટીમમાં વાપસી કરી હતી. તેણે સતત પ્રદર્શન કરતા વિશ્વ સ્તરે પોતાનું નામ કર્યું હતું. વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આમિરે ભારત વિરુદ્ધ અદભૂત પ્રદર્શન કરીને પાકિસ્તાનને ખિતાબ જીતાવવામાં મદદ કરી. થોડા સમય પહેલા જ તેણે ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: