પુત્રીને સાથે લઈ બૂથ પહોંચ્યો ધોની, માતા-પિતા અને પત્ની સાથે કર્યું મતદાન

ધોનીએ માતા-પિતા અને પત્ની સાથે કર્યું મતદાન

લોકતંત્રના મહાપર્વમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પણ ભાગીદાર બન્યો

 • Share this:
  લોકતંત્રના મહાપર્વમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પણ ભાગીદાર બન્યો છે. આઈપીએલ મેચને લઈને વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે ધોની ફ્લાઇટથી રાંચી પહોંચ્યો હતો અને મતદાન કર્યું હતું. આ દરમિયાન ધોની સાથે તેની પત્ની અને માતા-પિતા પણ હતા. બધાએ ડોરંડા સ્થિત જેવીએમ શ્યામલી સ્કૂલ બૂથ પર મતદાન કર્યું હતું.

  મતદાન પછી ધોની  મીડિયા સાથે વાત કર્યા વગર ઘરે પરત ફર્યો હતો. આ પહેલા બપોરે ફ્લાઇટથી રાંચી પહોંચ્યા પછી ધોની ઘરે ગયો હતો. ત્યાં પત્ની અને માતા-પિતાને લઈને બૂથ નંબર 78 પર મતદાન કરવા આવ્યો હતો. ધોની પુત્રી ઝીવાને સાથે લઈને વોટિંગ કરવા પહોંચ્યો હતો.

  આ પણ વાંચો - વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે જાધવ, પંત સહિત આ 4 ખેલાડી છે વિકલ્પ

  બૂથ ઉપર અચાનક ધોનીને જોઈને પ્રશંસકોએ તેની સાથે સેલ્ફી પડાવવો પ્રયત્ન કર્યો હતો. ધોનીની એક ઝલક જોવા માટે ઘણા પ્રશંસકો બહાર ઉમટી પડ્યા હતા. ધોની સાથે મતદાન કરવાની તક મળતા લોકોમાં ઘણી ખુશી જોવા મળી હતી.

  લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં ઝારખંડની ચાર સીટો રાંચી, કોડરમા, ખુંટી અને હજારીબાગમાં મતદાન યોજાઈ રહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published: