પ્રશંસકો વગર ખેલાડીઓને ખાલી સ્ટેડિયમમાં થઈ મુશ્કેલી, સ્ટેન્ડમાં જવું પડે છે બોલ લેવા

News18 Gujarati
Updated: March 13, 2020, 4:29 PM IST
પ્રશંસકો વગર ખેલાડીઓને ખાલી સ્ટેડિયમમાં થઈ મુશ્કેલી, સ્ટેન્ડમાં જવું પડે છે બોલ લેવા
પ્રશંસકો વગર ખેલાડીઓને ખાલી સ્ટેડિયમમાં થઈ મુશ્કેલી, સ્ટેન્ડમાં જવું પડે છે બોલ લેવા

દુનિયાભરમાં કોરોના વાયરસના હાહાકાર પછી બધા સ્પોર્ટ્સ ફેડરેશને મહત્વના મુકાબલાને ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય કર્યો છે

  • Share this:
સિડની : દુનિયાભરમાં કોરોનાવાયરસ (CoronaVirus)ના હાહાકાર પછી બધા સ્પોર્ટ્સ ફેડરેશને મહત્વના મુકાબલાને ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય કર્યો છે. ઓસ્ટ્રેલિયા (Australia) અને ન્યૂઝીલેન્ડ (New Zealand)વચ્ચે શુક્રવારે શરુ થયેલી વન-ડે શ્રેણીનો પ્રથમ મુકાબલો સિડનીમાં દર્શકો વગર રમાયો હતો. કોરોના વાયરસ મહામારી જાહેર થયા પછી આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ છે જે ખાલી સ્ટેડિયમમાં રમાઈ હતી. પ્રશંસકો કેબલ ટીવી અને લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા જ મેચ જોઈ શકશે. પ્રશંસકો વગર ખેલાડીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ મુકાબલાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ખેલાડી પોતે જ સ્ટેન્ડમાં જઈને બોલ લાવી રહ્યા છે.

મુકાબલા દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. એરોન ફિન્ચે 19મી ઓવરમાં ઇશ સોઢીના બોલ પર સિક્સર ફટકારી હતી. આ બોલ ખાલી રહેલા સ્ટેન્ડમાં જતો રહ્યો હતો. સ્ટેન્ડમાં કોઈ દર્શક ન હોવાના કારણે ન્યૂઝીલેન્ડ ટીમનો ખેલાડી લોકી ફર્ગ્યુસન સ્ટેન્ડમાં બોલ લેવા ગયો હતો. આ પછી ટ્વિટર પર પ્રશંસકે આ વીડિયો શેર કરીને કહ્યું કે ખેલાડીઓેને હવે પ્રશંસકોનું મહત્વ સમજાતું હશે. કેટલાક પ્રશંસકોએ આ ઘટનાને ગલી ક્રિકેટની વાપસી ગણાવી હતી.
આ પણ વાંચો - VIDEO: ધોનીનો મેદાન પર દમદાર પ્રહાર, 91 બોલમાં બનાવ્યા 123 રન

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ કેવિન રોબર્ટ્સે ખાલી સ્ટેડિયમમાં મેચ આયોજીત કરવા પર કહ્યું હતું કે અમારો મત છે કે કોરોના વાયરસના જોખમને ઓછું કરવા માટે આ યોગ્ય નિર્ણય છે. જે દર્શકોએ મેચની ટિકિટ ખરીદી છે તેમને બધા પૈસા પરત કરવામાં આવશે. મીડિયાકર્મીઓને મેચ કવર કરવાની મંજૂરી આપવામાં આવી છે પણ તેમને પ્રેસ કોન્ફરન્સમાં ખેલાડીઓથી દૂર રહેવું પડશે.
First published: March 13, 2020, 4:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading