વિન્ટર ઓલિમ્પિક 2018 : JioTv પર જુઓ રમતોની લાઈવ સ્ટ્રીમિંગ

News18 Gujarati
Updated: February 11, 2018, 5:32 PM IST
વિન્ટર ઓલિમ્પિક 2018 : JioTv પર જુઓ રમતોની લાઈવ સ્ટ્રીમિંગ
News18 Gujarati
Updated: February 11, 2018, 5:32 PM IST
દક્ષિણ કોરિયાના શહેર પ્યોંગયાંગમાં 2018ના વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે 9થી 25 ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ટૂર્નામેન્ટમાં 92 દેશોના લગભગ ત્રણ હજાર એથલિટ સાત રમતોમાં પોતાની દાવેદારી રજૂ કરી ચૂક્યા છે.

ભારત અને જગદીશ સિંહ અને શિવા કેશવન આનો ભાગ છે. જ્યારે અમેરિકા 242 એથલીટો સાથે વિન્ટર ઓલિમ્પિક 2018માં સૌથી મોટા જૂથ સાથે ભાગ લઈ રહ્યું છે. જ્યારે પાછળી વખત 2014માં થયેલ વિન્ટર ઓલિમ્પિકમાં ભારતે ત્રણ એથલિટોએ ભાગ લીધો હતો. પાછલી વાર રશિયાએ 11 ગોલ્ડ સહિત સૌથી વધારે 29 પદક મેળવ્યા હતા.

આ પાછલા 24 વર્ષોમાં સૌથી કૂલ વિન્ટર ઓલિમ્પિક હશે. પ્યોંગચાંગનું તાપમાન માઈનસ 10-20 ડિગ્રી વચ્ચે છે.

2018 વિન્ટર ઓલિમ્પિક સાઉથ કોરિયાના શહેર પ્યોંગચાંગમાં 9થી 25 ફેબ્રુઆરી સુધી રમાશે.

કેવી રીતે જોશો વિન્ટર ઓલિમ્પિક 2018

દક્ષિણ કોરિયાના શહેર પ્યોંગચાંગમાં ચાલી રહેલ વિન્ટર ઓલિમ્પિક ગેમ્સને ભારતીય ખેલપ્રેમી જિયો ટીવી પર જોઈ શકે છે. ઓલિમ્પિકની લાઈવ કવરેજ ભારતીય સમયાનુસાર સવારે 5.30 વાગ્યાથી જિયો ટીવી, ઓલિમ્પિક ચેનલ અને યૂ-ટયૂબ પર જોઈ શકે છે.
First published: February 11, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...