ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાઇ રહેલી વન ડે સીરિઝમાં બીજી વન ડેમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામેની ત્રીજી વનડેમાં પોર્ટ ઓફ સ્પેન ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે.ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ત્રીજી વનડે વરસાદના લીધે અટકી છે. મેચ અટકી તે પહેલાવેસ્ટ ઈન્ડિઝે 22 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 158 રન કર્યા હતા. શિમરોન હેટમાયર 18 રને અને શાઈ હોપ 19 રને રમી રહ્યા હતા. ગેલે પોતાની અંતિમ ઇન્ટરનેશનલ વન ડેમાં 54મી ફિફટી ફટકારી છે. વિન્ડીઝના ઓપનર્સે 35 ઇનિંગ્સ પછી ઘરઆંગણે 100 રનની ભાગીદારી કરી હતી.
વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ભારત સામેની ત્રીજી વનડેમાં પોર્ટ ઓફ સ્પેન ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. વિન્ડીઝે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. કીમો પોલ અને ફેબિયન એલેન શેલ્ડન કોટરેલ અને ઓશેન થોમસની જગ્યાએ રમી રહ્યા છે. જ્યારે ભારતની ટીમમાં કુલદીપ યાદવની જગ્યાએ યૂઝવેન્દ્ર ચહલ રમી રહ્યો છે.ત્રણ મેચની સીરિઝમાં ભારત 1-0થી આગળ છે. પહેલી મેચ વરસાદના લીધે રદ થઇ હતી. જ્યારે બીજી મેચ ભારતે ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે 59 રને જીતી હતી. ભારત 2006થી વિન્ડીઝ સામે બાઈલેટરલ સીરિઝ હાર્યું નથી અને આજે સતત 9મી સીરિઝ પોતાના નામે કરી શકે છે.