અલ્ઝારી જોસેફના ઝંઝાવાતની (6 વિકેટ)ની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 40 રને વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 136 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 17.4 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ થયું હતું. જોસેફે 3.4 ઓવરમાં 12 રન આપી 6 વિકેટ ઝડપી હતી. આ સાથે જ તેણે આઈપીએલના ઇતિહાસમાં બેસ્ટ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા રેકોર્ડ પાકિસ્તાનના સોહેલ તનવીરના નામે હતો. જેણે 14 રનમાં 6 વિકેટ ઝડપી હતી. તનવીરે આઈપીએલ-2008માં આ સિદ્ધિ મેળવી હતી. આમ 11 વર્ષ પછી આ રેકોર્ડ તૂટ્યો છે.
બેરિસ્ટો 16 રન બનાવી ચાહરની ઓવરમાં આઉટ થયો હતો. ફોર્મમા રહેલો વોર્નર 15 રને આઉટ થતા હૈદરાબાદે 33 રને બીજી વિકેટ ગુમાવી હતી. જોસેફ ફરી ત્રાટકતા વિજય શંકરને 5 રને આઉટ કર્યો હતો. મનીષ પાંડે 16 અને યૂસુફ પઠાણ ખાતું ખોલાયા વિના આઉટ થતા હૈદરાબાદે 62 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
કિરોન પોલાર્ડના આક્રમક 46 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 20 ઓવરમાં 7 વિકેટે 136 રન બનાવ્યા છે. હૈદરાબાદને જીતવા માટે 137 રનનો પડકાર મળ્યો છે. મુંબઈએ અંતિમ 5 ઓવરમાં 2 વિકેટે 61 રન બનાવ્યા હતા. પોલાર્ડે 26 બોલમાં 2 ફોર અને 4 સિક્સર સાથે 46 રન બનાવી સ્થિતિ સુધારી હતી.
The debutant wreaks havoc here in Hyderabad as the @mipaltan win by 40 runs.
Alzarri Joseph with the best ever bowling figures in #VIVOIPL
રોહિત શર્મા 11 રને નબીનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર 7 ને સંદીપ શર્માની ઓવરમાં એલબી થયો હતો. ડ ી કોક 19 રને કેચ આઉટ થયો હતો. ક્રુણાલ પંડ્યા ખાસ કમાલ ન કરી શકતા 6 રને આઉટ થયો હતો. ઇશાન 17 રન બનાવી રન આઉટ થો હતો.
Best bowling figures on IPL debut:
6/12 - Alzarri Joseph*
5/17 - Andrew Tye
4/11 - Shoaib Akhtar
4/26 - Kevon Cooper
4/33 - David Wiese #SRHvMI
મુંબઈ ઇન્ડિયન્સ સામેના મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈની ટીમમાં બે ફેરફાર કરાયા છે. યુવરાજ સિંહ અને મલિંગાના સ્થાને ઇશાન કિશન અને અલ્જારી જોસેફનો સમાવેશ કરાયો છે. હૈદરાબાદની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરાયો નથી.