ત્રીજી ટી-20 : દક્ષિણ આફ્રિકાનો 9 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર

News18 Gujarati
Updated: September 22, 2019, 10:15 PM IST
ત્રીજી ટી-20 : દક્ષિણ આફ્રિકાનો 9 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર
ત્રીજી ટી-20 : દક્ષિણ આફ્રિકાનો 9 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર

ડી કોકના 52 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 79 રન

  • Share this:
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ ક્વિન્ટોન ડી કોકના અણનમ 79 રનની મદદથી દક્ષિણ આફ્રિકાએ ભારત સામે ત્રીજી ટી-20 મેચમાં 9 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 134 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 16.5 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 140 રન બનાવી લીધા હતા. આ જીત સાથે દક્ષિણ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણી 1-1થી ડ્રો કરાવી લીધી છે.

ડી કોકે 52 બોલમાં 6 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 79 રન બનાવ્યા હતા. હેન્ડરિક્સે 28 અને બાવુમાએ 27 રન બનાવ્યા હતા.

આ પહેલા ભારતનો રોહિત શર્મા 9 રન બનાવી આઉટ થયો હતો. રોહિત પછી વિરાટ કોહલી પણ 9 રને આઉટ થયો હતો. પંતે ફરી એક વખત નિરાશ કરતા 20 રને વિકેટ ગુમાવી હતી. ધવને 25 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 36 રન બનાવી બાજી સંભાળી હતી. ઐયર પણ 5 રને આઉટ થતા ભારતે 92 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી ટી-20માં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરાયો નથી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાની ટીમમાં હેન્ડરિક્સના સ્થાને એનરિક નોર્ત્જેને ટીમમાં સ્થાન મળ્યું છે.

બંને ટીમો આ પ્રમાણે

ભારત - રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, ઋષભ પંત, ક્રુણાલ પંડ્યા, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, દીપક ચાહર, નવદીપ સૈની.દક્ષિણ આફ્રિકા - ક્વિન્ટોન ડી કોક (કેપ્ટન), રીજા હેન્ડ્રિક્સ, ટેમ્બા બાવુમા, વાન ડર ડુસો, ડેવિડ મિલર, ફેલુકવાયો, ડ્વેન પ્રીટોરિયન, કાગિસો રબાડા, તબરેજ શમસી, બ્યોર્ન ફોટુઈન, હેન્ડરિક્સ
First published: September 22, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading