ત્રીજી ટી-20 : સુપર ઓવરમાં ભારતનો રોમાંચક વિજય, રોહિતે સિક્સર ફટકારી જીત અપાવી

News18 Gujarati
Updated: January 29, 2020, 4:48 PM IST
ત્રીજી ટી-20 : સુપર ઓવરમાં ભારતનો રોમાંચક વિજય, રોહિતે સિક્સર ફટકારી જીત અપાવી
ભારત - 179/5, ન્યૂઝીલેન્ડ - 179/6, સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે 17 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18 રન બનાવી વિજય મેળવ્યો

ભારત - 179/5, ન્યૂઝીલેન્ડ - 179/6, સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે 17 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18 રન બનાવી વિજય મેળવ્યો

  • Share this:
હેમિલ્ટન :  ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટી-20 મેચમાં ભારતે ભારે રસાકસી પછી સુપર ઓવરમાં વિજય મેળવ્યો હતો. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે 17 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 18 રન બનાવી વિજય મેળવ્યો હતો. રોહિત શર્માએ પાંચમાં અને છઠ્ઠા બોલે સિક્સર ફટકારી ભારતને વિજય અપાવ્યો હતો. આ પહેલા ભારતે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન બનાવતા મેચ ટાઇ પડી હતી. જેથી સુપર ઓવરમાં જીતનો નિર્ણય કરાયો હતો. રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

આ જીત સાથે ભારતે પાંચ મેચની શ્રેણીમાં 3-0થી અજેય સરસાઇ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટી-20 મેચ 31 જાન્યુઆરીએ રમાશે. ભારત ન્યૂઝીલેન્ડમાં પ્રથમ વખત શ્રેણી જીતવા સફળ રહ્યું છે.

આ પણ વાંચો - ટીમ ઇન્ડિયાની બસમાં હજુ પણ ધોનીની સીટ ખાલી રહે છે, જાણો કેમ

ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને 48 બોલમાં 8 ફોર અને 6 સિક્સર સાથે 95 રન બનાવ્યા હતા. આ સિવાય માર્ટિન ગુપ્ટિલે 31 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને શમીએ 2-2 વિકેટ ઝડપી હતી. ચહલ અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી.

ભારત તરફથી રોહિત શર્માએ 40 બોલમાં 6 ફોર અને 3 સિક્સર સાથે 65 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 38 અને લોકેશ રાહુલે 27 રન બનાવ્યા હતા.

સુપર ઓવરનો રોમાંચન્યૂઝીલેન્ડ ઇનિંગ્સ (બોલર - બુમરાહ)
પ્રથમ બોલ - વિલિયમ્સનનો 1 રન
બીજો બોલ - ગુપ્ટિસનો 1 રન
ત્રીજો બોલ - વિલિયમ્સનની સિક્સર
ચોથો બોલ - વિલિયમ્સનની ફોર
પાંચમો બોલ - 1 બાય
છઠ્ઠો બોલ - ગુપ્ટિલની ફોર

ભારતની ઇનિંગ્સ (બોલર - સાઉથી)
પ્રથમ બોલ - રોહિત શર્માના 2 રન
બીજો બોલ - રોહિત શર્માનો 1 રન
ત્રીજો બોલ - લોકેશ રાહુલની ફોર
ચોથો બોલ - લોકેશ રાહુલનો 1 રન
પાંચમો બોલ - રોહિત શર્માની સિક્સર
છઠ્ઠો બોલ - રોહિત શર્માની સિક્સર
First published: January 29, 2020, 4:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading