બીજી વન-ડેમાં ભારતનો 22 રને પરાજય, ન્યૂઝીલેન્ડની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ

News18 Gujarati
Updated: February 8, 2020, 3:53 PM IST
બીજી વન-ડેમાં ભારતનો 22 રને પરાજય, ન્યૂઝીલેન્ડની શ્રેણીમાં 2-0થી અજેય સરસાઇ
વિરાટ કોહલી 15 રને બોલ્ડ થયો હતો.

ન્યૂઝીલેન્ડ - 273/8, ભારત- 251, બંને વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે 11 ફેબ્રુઆરીએ રમાશે

  • Share this:
ઓકલેન્ડ : માર્ટિન ગુપ્ટિલ (79) અને રોસ ટેલર (અણનમ 73)ની અડધી સદી બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે ભારત સામેની બીજી વન-ડેમાં 22 રને વિજય મેળવ્યો હતો. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 273 રન બનાવ્યા હતા. જવાબમાં ભારત 48.3 ઓવરમાં 251 રનમાં ઓલઆઉટ થયું હતું. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી લીડ મેળવી શ્રેણી પોતાના નામે કરી લીધી છે. બંને વચ્ચે ત્રીજી અને અંતિમ વન-ડે 11 ફેબ્રુઆરીએ રમાશે.

મયંક અગ્રવાલ 3 રને આઉટ થતા ભારતની શરુઆત ખરાબ રહી હતી. પૃથ્વી શો એ આક્રમક 6 ફોર ફટકારી આક્રમક શરુઆત કરી હતી. જોકે તે 24 રન બનાવી બોલ્ડ થયો હતો. વિરાટ કોહલી (15), લોકેશ રાહુલ (4), કેદાર જાધવ (9) સસ્તામાં આઉટ થતા ભારતે 96 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ઐયરે 57 બોલમાં 7 ફોર અને 1 સિક્સર સાથે 52 રન બનાવ્યા હતા. સંકટ સમયે જાડેજાએ બાજી સંભાળી હતી. જાડેજાએ નવદીપ સૈની (45) સાથે આઠમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી મેચ જીવંત બનાવી હતી. આ પછી જાડેજાએ 55 રન બનાવી લડત આપી હતી પણ મેચ જીતાડી શક્યો ન હતો.

આ પણ વાંચો - સદી ફટકાર્યા પછી રોસ ટેલર જીભ કેમ બહાર કાઢે છે, આ છે કારણ

માર્ટિન ગુપ્ટિલ અને નિકોલ્સે પ્રથમ વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી શાનદાર શરુઆત અપાવી હતી. ચહલને નિકોલ્સને 41 રને આઉટ કરી પ્રથમ સફળતા અપાવી હતી. બ્લુન્ડેલ 22 રન ઠાકુરનો શિકાર બન્યો હતો. ગુપ્ટિલે એક છેડો સાચવી રાખવા અડધી સદી ફટકારી હતી. ગુપ્ટિલ 79 બોલમાં 8 ફોર અને 3 સિક્સર સાથે 79 રન બનાવી રન આઉટ થયો હતો. લથામ (7), નિશામ (3) ગ્રાન્ડહોમી (5) સસ્તામાં આઉટ થયા હતા. આ સમયે ટેલરે નવમી વિકેટ માટે જેમીસન (25) સાથે 76 રનની ભાગીદારી કરી સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. ટેલર 73 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારત તરફથી ચહલે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી.

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતની ટીમમાં શમીના સ્થાને નવદીપ સૈની અને કુલદીપ યાદવના સ્થાને ચહલને સ્થાન આપવામાં આવ્યું હતું.
First published: February 8, 2020, 3:41 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading