liveLIVE NOW

Ind vs Aus: ધવનની સદી, વર્લ્ડ કપમાં ભારતનો સતત બીજો વિજય

શિખર ધવનના 109 બોલમાં 16 ફોર સાથે 117 રન, વિરાટ કોહલીના 82 રન, ભારતનો 36 રને વિજય, ભારત હવે 13 જૂને ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

  • News18 Gujarati
  • | June 09, 2019, 23:27 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO
    23:22 (IST)
    ભારત હવે 13 જૂને ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે

    23:21 (IST)
    ભારત તરફથી બુમરાહ અને ભુવનેશ્વર કુમારે 3-3 વિકેટ ઝડપી હતી. ચહલને 2 વિકેટ મળી

    23:20 (IST)
    ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 316 રનમાં ઓલઆઉટ, ભારતનો 36 રને વિજય

    23:10 (IST)
    મિચેલ સ્ટાર્ક 3 રન બનાવી રન આઉટ થયો

    23:4 (IST)

    ઓસ્ટ્રેલિયાના 48 ઓવરમાં 8 વિકેટે  309 રન. કારેય 51 અને સ્ટાર્ક 3 રને રમતમાં

    23:1 (IST)
    એલેક્સ કારેએ 25 બોલમાં 5 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી

    23:0 (IST)
    ઓસ્ટ્રેલિયાએ 300 રને ગુમાવી 8મી વિકેટ. બુમરાહે કમિન્સને આઉટ કર્યો

    22:50 (IST)
    કુલ્ટર નાઇલ 4 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો. ઓસ્ટ્રેલિયાએ સાતમી વિકેટ ગુમાવી

    22:34 (IST)
    ઓસ્ટ્રેલિયાએ 41.1 ઓવરમાં 250 રન પૂરા કર્યા

    શિખર ધવનની સદી (117) અને વિરાટ કોહલી (82), રોહિત શર્માની અડધી સદી (57)ની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે 36 રને વિજય મેળવ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 352 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયા 50 ઓવરમાં 316 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

    વર્લ્ડ કપમાં ભારતે સતત બીજો વિજય મેળવ્યો છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાનો પ્રથમ પરાજય થયો છે. ભારત હવે 13 જૂને ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે. ભારત બે મેચમાં 2 જીત મેળવી 4 પોઇન્ટ સાથે ત્રીજા ક્રમાંકે છે.

    ભારત તરફથી બુમરાહ અને ભુવનેશ્વર કુમારે 3-3 વિકેટ ઝડપી હતી. ચહલને 2 વિકેટ મળી હતી.

    શિખર ધવને 109 બોલમાં 16 ફોર સાથે 117 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 77 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 82 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 57 રનની ઇનિંગ્સ રમી હતી. હાર્દિક પંડ્યાએ 27 બોલમાં આક્રમક 48 રન અને ધોનીએ 14 બોલમાં 27 રન બનાવ્યા હતા.

    ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટોઈનિસે સૌથી વધારે 2 વિકેટ ઝડપી હતી. કુમિન્સ, સ્ટાર્ક અને કુલ્ટર નાઇલે 1-1 વિકેટ ઝડપી હતી.

    ભારતીય ટીમ - શિખર ધવન, રોહિત શર્મા, વિરાટ કોહલી, લોકેશ રાહુલ, કેદાર જાધવ, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ.

    ઓસ્ટ્રેલિયન ટીમ - ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, સ્ટિવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, માર્કોસ સ્ટોઇનિસ, કારેય, નાઇલ કુલ્ટર, પેટ કુમિન્સ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો વધુ વાંચો