IPL 2018 : મુંબઇએ હારનું મહેણું ભાંગ્યુ, બેંગ્લોર સામે 46 રને મેળવી જીત

News18 Gujarati
Updated: April 18, 2018, 8:23 AM IST
IPL 2018 : મુંબઇએ હારનું મહેણું ભાંગ્યુ, બેંગ્લોર સામે 46 રને મેળવી જીત
ચોથી મેચમાં મુંબઇ પોતાની જૂની હારને પાછળ રાખીને નવી શરૂઆત કરવાની કોશિશ કરશે.

ચોથી મેચમાં મુંબઇ પોતાની જૂની હારને પાછળ રાખીને નવી શરૂઆત કરવાની કોશિશ કરશે.

  • Share this:
મુંબઇના વાનખેડે સ્ટેડિમમાં યોજાયેલી મુંઇબ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચમાં મુંબઇએ 46 રને બેંગ્લોરને માત આપી હતી. આમ મુંબઇએ પોતાના પાછલી ત્રણ હારનું મ્હેણું ભાંગ્યું હતું. બેંગ્લોરની 214 રનના ટાર્ગેટ સામે ટીમ 20 ઓવરના અંતે 167 રન બનાવી શકી હતી. આ મેચમાં વિરાટ કોહલી 92 રને અણનમ રહ્યો હતો.

ટોસ જીતીને બેંગ્લોરની ટીમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે મુંબઇને પહેલા બેટિંગ લીધી હતી. શરૂઆતના બે બોલમાં ઉપરે છાપરા બે વિકેટ પડી જતાં મુંબઇને બેટ્સમેનો દબાણમાં આવી ગયા હતા. જોકે, ધીમે ધીમે મુંબઇની ગાડી રનના પાટા પર દોડવા લાગી હતી. સિક્સ અને ફોરના વરસાદ સાથે મુંબઇએ 20 ઓવરના અંતે 213 રન ફટકાર્યા હતા. આમ બેંગ્લોરને મેચ જીતવા માટે 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 214 રનના લક્ષ્યાંકનો પીછો કરતા બેંગ્લોરની ટીમ 167 રન બનાવી શકી હતી. આમ બેંગ્લોરની ટીમને મુંબઇની સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. 167 રન બનાવવા માટે બેંગ્લોરની ટીમે 8 વિકેટનું નુકસાન પણ સહન કરવું પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, મુંબઈ આઇપીએલની આ સિઝનમાં ત્રણ હારનો સામનો કરી ચુકી છે. જેના પગલે તે સ્કોરબોર્ડમાં તે સૌથી નીચેના સ્થાન પર છે. આ સિઝનમાં મુંબઇને ચૈન્નાઇ સુપર કિગ્સ સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. બીજી મેચમાં હૈદરાબાદ સામે હાર થઇ હતી. જ્યારે ત્રીજી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સે તેને હરાવ્યું હતું. જોકે, આ ત્રણે મેચો થોડા અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ બેગ્લોરે ત્રણમાંથી માત્ર એક મેચમાં જીત મેળવી હતી. ચોથી મેચમાં મુંબઇ પોતાની જૂની હારને પાછળ રાખીને નવી શરૂઆત કરવાની કોશિશ કરશે. પોતાના હોમગ્રાઉન્ડ ઉપર રમવાથી તેમને ફાયદો થઇ શકે છે.

મુંબઇ ઇન્ડિયન્સ કોણે લીધા કેટલા રન?

સુર્યકુમાર યાદવઃ એક બોલમાં 0 રનઇવિન લુઇશઃ 42 બોલમાં 65 રન
ઇશાન કિશનઃ 1 બોલમાં 0 રન
રોહિત શર્માઃ 51 બોલમાં 94 રન
કૃણાલ પંડ્યાઃ 12 બોલમાં 15 રન
પોલાર્ડઃ 7 બોલમાં 5 રન
હાર્દિક પંડ્યાઃ 5 બોલમાં 17 રન અણનમ
મિશેલ મેકક્લેનાઘાનઃ 0 બોલમાં 0 રન અણનમ

બેંગ્લોરઃ કોણે લીધી કેટલી વિકેટ?

ઉમેશ યાદવઃ 36 રન આપી 2 વિકેટ
ક્રિશ વોક્સઃ 31 રન આપી 1 વિકેટ
વોશિંગ્ટન સુંદરઃ 32 રન આપી 0 વિકેટ
મોહમ્મદ સિરાઝઃ 34 રન આપીને 0 વિકેટ
યુઝવેન્દ્ર ચહલઃ 32 રન આપીને 0 વિકેટ
એન્ડર્સનઃ 47 રન આપીને 2 વિકેટ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ કોણે કર્યા કેટલા રન?

વિરાટ કોહલીઃ 62 બોલમાં 92 રન અણનમ
ડિ કોકઃ 12 બોલમાં 19 રન
એબી ડિ વિલિયર્સઃ 2 બોલમાં 1 રન
મનદીપ સિંહઃ 14 બોલમાં 16 રન
એન્ડર્સનઃ 1 બોલમાં 0 રન
વોશિંગ્ટન સુંદરઃ 8 બોલમાં 7 રન
સરફરાઝ ખાનઃ 6 બોલમાં 5 રન
ક્રિશ વોક્સઃ 2 બોલમાં 1 રન
મોહમ્મદ સિરાજઃ 3 બોલમાં 8 રન અણનમ

મુંબઇ ઇન્ડિયન્સઃ કોણે લીધી કેટલી વિકેટ ?

જસપ્રિત બુમરાહઃ 28 રન આપી 2 વિકેટ
કૃણાલ પંડ્યાઃ 28 રન આપી 3 વિકેટ
મિશેલ મેકક્લેનાઘાનઃ 24 રન આપી 2 વિકેટ
મુસ્તફિઝુર રહેમાનઃ 55 રન આપી 0 વિકેટ
મયંક માર્કન્ડેયઃ 25 રન આપી 1 વિકેટ
હાર્દિક પંડ્યાઃ 4 રન આપી 0 વિકેટ

 

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ

ડિ કોક (વિકેટ કિપર), વિરાય કોહલી (કેપ્ટન), એબી ડી વિલિયર્સન, મનદીપ સિંહ, એન્ડર્સન, સરફરાઝ ખાન, વોશિગ્નટન સુંદર, ક્રિશ વોક્સ, ઉમેશ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાઝ

મુંબઇ ઇન્ડિયન્સની ટીમ

સુર્યાકુમાર યાદવ, ઇવિન લેવિસ, ઇશાન કિશન (વિકેટ કિપર), રોહિત શર્મા (કેપ્ટન), કિરોન પોલાર્ડ, કૃનાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, મિશેલ મેકલેનાધન, મયંક માર્કંડ, જશપ્રિત બુમરાહ, મુસ્તાફિઝુર રહેમાન
First published: April 17, 2018, 7:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading