liveLIVE NOW

Asia Cup : રોહિત શર્મા 83*, ભારતનો બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય

બાંગ્લાદેશ 173 રનમાં ઓલઆઉટ, જાડેજાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી, ભારતે 36.2 ઓવરમાં પડકાર મેળવ્યો

  • News18 Gujarati
  • | September 21, 2018, 23:50 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO
    23:48 (IST)
    23:48 (IST)
    રોહિત શર્મા 83 રને અણનમ રહ્યો. ધોનીએ 33 રન બનાવ્યા

    23:47 (IST)
    ભારતનો બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય. ભારતે 36.2 ઓવરમાં 3 વિકેટે 174 રન બનાવી લીધા

    23:19 (IST)
    ભારતે 31.2 ઓવરમાં 150 રન બનાવ્યા

    22:48 (IST)
    અંબાતી રાયડુ 13 રને રુબેલનો શિકાર બન્યો. ભારતે 106 રને ગુમાવી બીજી વિકેટ

    22:42 (IST)
    રોહિત શર્માએ 64 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે 50 રન પુરા કર્યા

    22:22 (IST)
    શિખર ધવન 40 રન બનાવી સાકિબ અલ હસનનો શિકાર બન્યો. ભારતે 61 રને પ્રથમ વિકેટ ગુમાવી

    21:55 (IST)

    ભારતે 10 ઓવરમાં વિના વિકેટે 51 રન બનાવી લીધા છે. રોહિત શર્મા 16 અને શિખર ધવન 35 રને રમતમાં 

    21:54 (IST)
    ભારતે 9.5 ઓવરમાં 50 રન બનાવ્યા

    21:39 (IST)

    ભારતના 5 ઓવરમાં વિના વિકેટે 27 રન. રોહિત શર્મા 8 અને શિખર ધવન 19 રને રમતમાં

    બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્માની અડધી સદી (83 અણનમ) અને શિખર ધવનના 40 રનની મદદથી ભારતે એશિયા કપમાં સુપર-4ના મુકાબલામાં બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ 49.1 ઓવરમાં 173 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતા ભારતે 36.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ભારત હવે 23 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે.

    રોહિત અને ધવને 61 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. આ પછી રોહિતે ધોની (33) સાથે 64 રનની ભાગીદારી નોંધાવી જીત અપાવી હતી. બાંગ્લાદેશ તરફથી શાકિબ, મુર્તુઝા અને રુબેલે 1-1 વિકેટ ઝડપી હતી.

    ઓપનર લિટ્ટન દાસ(7) અને નઝમુલ(7) સસ્તામાં આઉટ થતા બાંગ્લાદેશે 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. સાકિબ અલ હસન (17) અને મુશ્તફિકુર રહીમ (21) બાજી સંભાળવા પ્રયત્ન કર્યો હતો. મહમદુલ્લાહ (25) અને મહેદી હસને (42) બાંગ્લાદેશનો સ્કોર 150ને પાર પહોંચાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. ભારત તરફથી રવીન્દ્ર જાડેજાએ સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર અને બુમરાહે 3-3 વિકેટ ઝડપી હતી.

    ભારતે બાંગ્લાદેશ સામે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ભારતની ટીમમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરાયો છે. તેનો સમાવેશ હાર્દિક પંડ્યાના સ્થાને થયો છે. કારણ કે હાર્દિક પંડ્યાને પીઠમાં ઇજા પહોંચતા તેઓ ટૂર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા છે.
    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन