Home /News /sport /

Ind vs NZ, 4th ODI: ન્યૂઝીલેન્ડે આઠ વિકેટે ભારતને ખરાબ રીતે કચડ્યું

Ind vs NZ, 4th ODI: ન્યૂઝીલેન્ડે આઠ વિકેટે ભારતને ખરાબ રીતે કચડ્યું

ન્યૂઝીલેન્ડનો ખેલાડી

ભારતીય ટીમ આજે ગુરુવારે સેડન પાર્ક મેદાનમાં પોતાના વિજય ક્રમને યથાવત રાખવા માટે મેદાને ઉતરી છે.

    ભારતે આપેલા 93 રનનો ટાર્ગેગ ન્યૂઝીલેન્ડની ટીમે માત્ર 14.4 ઓવરમાં જ સર કરી લીધો છે. ન્યૂઝીલેન્ડે બે વિકેટના નુકસાન સાથે 93 રન બનાવી મેચ ઉપર વિજય મેળવ્યો છે. હેનરી નિકોલ્સે 42 બોલમાં 30 રન અને રોસ ટેલરે 25 બોલમાં 37 રન બનાવીને ન્યૂઝીલેન્ડને જીત આપાવી છે.

    92 રનમાં ઓલઆઉટ થયા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડનો બદલો લેવા માટે પુર જોશમાં મેદાનમાં ઉતરી છે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ 93 રનના ટાર્ગેટને સર કરવા માટે મેદાનમાં આવી છે. જોકે, ભારતીય બોલરોએ 8 ઓવરમાં ન્યૂઝીલેન્ડની 2 વિકેટ ઝડપી પાડી હતી.

    પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના 31 ઓવરમાં જ સૂંપડા સાફ થઇ ગયા હતા. શરૂઆતથી જ ખરાબ પ્રદર્શન કરી રહેલી ભારતીય ટીમ 92 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ન્યૂઝીલેન્ડા બોલર ટ્રેન્ટ બોલ્ટે સૌથી વધારે 5 વિકેટો લીધી હતી. જ્યારે ગ્રાન્ડહોમે ત્રણ વિકેટ, ટોડ એલ્સે 1 વિકેટ અને જેમ્સ નિશમે પણ એક વિકેટ લીધી હતી. 30.5 ઓવરમાં ભારતીય બેટ્સમેનો માત્ર 92 રન બનાવી શક્યા હતા. આમ ન્યૂઝીલેન્ડે મેચ જીતવા માટે 93 રનનો નજીવો લક્ષ્યાંક આવ્યો છે.

    ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો   રોહિત શર્મા 7 રન, શિખર ધવન 13 રન, સુભમન ગીલ 9 રન, અંબાતી રાયડુ 0 રન, દિનેશ કાર્તિક 0 રન, કેદાર જાધવ 0  રન ,ભુવનેશ્વર કુમાર 1 રન, હાર્દિક પંડ્યા પણ 16 રન, અહમદ ખાલીલ 5 રન  બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા હતા. જ્યારે યુજવેન્દ્ર ચહલ 18 રન સાથે અણનમ રહ્યો છે.

    ટ્રેટ બોલ્ટે શિખર ધવનને એલબીડબ્લ્યુ કરીને ભારતને પહેલો ફટકો આપ્યો છે. 13 રન બનાવીને શિખર ધવન પેવેલિયન ભેગો થયો હતો. આમ ભારતનો સ્કોર એક વિકેટના નુકસાન સાથે 21 રનનો થયો છે.

    ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અને પોતાના સંતુલિત પ્રદર્શનના દમ ઉપર ન્યૂઝીલેન્ડને ત્રણ મેચોમાં એક તરફી માત આપ્યા બાદ પાંચ મેચોની શ્રેણીમાં ભારતે 3-0થી આગળ છે.

    ભારતીય ટીમ આજે ગુરુવારે સેડન પાર્ક મેદાનમાં પોતાના વિજય ક્રમને યથાવત રાખવા માટે મેદાને ઉતરી છે. જોકે પોતાના ઘરમાં સારા પ્રદર્શનનો રેકોર્ટ હોવા છતાં ત્રણ મેચોમાં નબળી સાબિત થયેલી ન્યૂઝીલેન્ડની ટીમ મહેણું તોડવા માટે કોશિશ કરશે.

    બંને દેશોની ટીમો

    ભારત: રોહિત શર્મા (કેપ્ટન), મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાદવ, અંબાતી રાયડુ, શિખર ધવન, દિનેશ કાર્તિક, શુભમન ગીલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, ખલિલ એહમદ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, ભુવનેશ્ર્વર કુમાર મોહમ્મદ શામી, મોહમ્મદ સિરાજ.

    ન્યુઝીલેન્ડ: કેન વિલિયમ્સન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, જેમ્સ નિશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યૂસન, માર્ટિન ગુપટિલ, મેટ્ટ હેનરી, ટોમ લેથમ (વિકેટકીપર), કોલિન મુનરો, હેનરી નિકોલસ, મિશેલ સેંટનર, ટોડ એસ્લે, ટિમ સાઉથી, રોસ ટેલર
    Published by:ankit patel
    First published:

    Tags: India vs new zealand, Live Cricket Score

    આગામી સમાચાર