Ind vs NZ, 3rd ODI: 'વિરાટ સેના'એ ન્યૂઝીલેન્ડમાં વનડે શ્રેણી જીતી

News18 Gujarati
Updated: January 28, 2019, 3:20 PM IST
Ind vs NZ, 3rd ODI: 'વિરાટ સેના'એ ન્યૂઝીલેન્ડમાં વનડે શ્રેણી જીતી
ભારતીય ખેલાડીઓ

ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ મોનગાનુઇમાં પાંચ વનડે મેચની શ્રેણી ની ત્રીજી મેચ રમાઇ રહી છે.

  • Share this:
ઇર્શ સોઢીની સાતમી ઓવર અને ઇનિંગની 43મી ઓવમરાં દિનેશ કાર્તિકે એક ફોર અને એક સિક્સ લગાવીને ન્યૂઝીલેન્ડની શ્રેણી જીતવાની સંભાવનાને સમાપ્ત કરી દીધી છે. ભારતે 43મી ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન સાથે 245 રન બનાવીને ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. આ સાથે જ વનડે શ્રેણી ઉપર કબજો મેળવ્યો છે.

ભારતના દાવની 37 ઓવર પુરી થઇ ગઇ છે. ભારતનો સ્કોર 200 રનને પાર થયો છે ત્યાર રોહિત શર્મા અને વિરાટ કોહલી આઉટ થયા છે. બંનેના આઉટ થયા બાદ અંબાતી રાડયુએ બાજી સંભાળી છે. હવે ભારત જીતથી 43 રન દૂર છે.

મિચેલ સેંટનરે રોહિત શર્માને આઉટકરીને ભારતને બીજો મોટો ફટકો આપ્યો છે. રોહિત શર્મા 77 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સની મદદથી 62 રન બનાવી સ્ટમ્પ આઉટ થયા હતા. રોહિત શર્માએ આઉટ થવાથી બચવા માટે કૂદકો પણ માર્યો હતો. જોકે, ટોમ લાથમની ફૂર્તી આગળ રોહિતનો કૂદકો ફીકો પડ્યો હતો અને તે સ્ટમ્પ આઉટ થયો હતો.

રોહિત શર્માની 39મી વન ડેન ફિફ્ટી ફટકાર્યા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ પણ અડધી શદી ફટકારી 26મી ઓવર ભારત માટે સારી રહી હતી. ફગ્યુર્સનની ઓવરમાં દસ રન મળ્યા હતા. રોહિત અને વિરાટની બીજી વિકેટ માટેની 100 રનની ભાગીદારી પુરી થવાની સાથે કોહલીએ પોતાની 49મી ફિફ્ટી ફટકારી હતી.

રોહિત શર્માએ સોઢીની ચોથી ઓવરની ચોથી બોલમાં એક રન બનાવીને પોતાની અડધીશદી પુરી કરી હતી. તેણે 63 બોલમાં ત્રણ ફોર એક સિક્સની મદદથી ફિફ્ટી ઠોકી હતી. આ તેની 39મી વનડે અર્ધશતક હતી. જ્યારે 22 શદી પણ ફટકારી ચૂક્યા છે.



શિખર ધવનની વિકેટ પડ્યા પછી વિરાટ કોહલી મેદાનમાં આવ્યો હતો. અને વિરાટ કોહલીએ મોરચો સંભાળ્યો હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મજબૂત બેટિંગ કરીને ભારતનો સ્કોટર 100 રનને પાર લઇ ગયા હતા. આમ ભારતનો સ્કોર 21.4 ઓવરમાં એક વિકેટના નુકસાન સાથે 109 રન થયા છે

ન્યૂઝીલેન્ડે આપેલા 244 રનના લક્ષ્યાંકનો પૂછો કરવા માટે રોહિત શર્મા અને શિખર ધવન મેદાનમાં ઉતર્યા હતા. શરૂઆતમાં જ બંને બેટ્સમેનોએ તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી. જોકે, 10મી ઓવરમાં ભારતને શિખર ધવનના રૂપમાં પહેલો ફટકો પડ્યો હતો. શિખર ધવન 28 રન બનાવીને આઉટ થયો હતો.

ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ મેદાનમાં ઉતરેલા ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની શરૂઆત નબળી રહી હતી. જોકે, ત્રણ વિકેટ બાદ ટેલર લાથમે બાજી સંભાળી લીધી હતી. ત્યારબાદ ભારતીય બોલરો વિકેટ પાડવા માટે વલખાં મારતા હતા. જોકે, એક તબક્કે ભારતીય બોલરોને એક પછી એક સફળતા મળવા લાગી હતી. આમ ભારતે 243 રનમાં ન્યૂઝીલેન્ડને ઓલ આઉટ કર્યું છે. જેથી મેચ જીતવા માટે ભારતની ટીમને 244 રનનો લક્ષ્યાંક સર કરવો પડશે.

શમીએ પોતાની આઠમી ઓવરમાં ત્રણ રન આપીને એક વિકેટ લીધી છે. મોહમ્મદ શમીએ રોસ ટેલરને શદી પુરી કરવા ન દીધી. ટેલરે 106 બોલમાં નવ ફોરની મદદથી 93 રન બનાવીને આઉટ થયો હતો. વિકેટકિપર દિનેશ કાર્તિકે આ ઇનિંગમાં ચોથો કેચ પકડ્યો છે.

હાર્દિક પંડ્યાએ મિચેલ સેટનરને દિનેશ કાર્તિકના હાથે કેચ કરાવીને પોતાની બીજી વિકેટ લીધી હતી. જ્યારે ટીમ ન્યૂઝીલેન્ડને છઠ્ઠો ફટકો પડ્યો હતો. સેન્ટનર ત્રણ રન બનાવીને આઉટ થયો છે. આમ ભારે મથામણ બાદ ભારતીય બોલરો ફરીથી મેચ ઉપર મજબૂત સ્થિતિમાં નજરે ચડે છે.

કેદાર જાધવની ઓવરમાં સતત બે ફોર લગાવીને રોસ ટેલરે પોતાની ફિફ્ટી પૂરી કરી છે. ટેલર અને લાથમની મજબૂત ભાગીદારીના કારણે ભારતીય બોલરો વિકેટ લેવા માટે વલખાં મારી રહ્યાં છે.

ત્રણ વિકેટના નુકસાન બાદ ન્યૂઝીલેન્ડના ટેલર અને લાથમે મેચને સંભાળી છે. બંને ખેલાડીઓએ દમદાર બેટિંગ કરી રહ્યા છે. આમ બંનેના દામ સાથે ન્યૂઝીલેન્ડનો સ્કોર 100 રનને પાર થયો છે

ન્યૂઝીલેન્ડની શરૂઆત નબળી રહી છે. ભારતના બોલરો સામે ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો નબળા સાબિત થઇ રહ્યા છે. ભારતે એક પછી એક એમ ત્રણ વિકેટો લેવામાં સફર રહ્યું છે. ત્રણ વિકેટો ગુમાવીને ન્યૂઝીલેન્ડે 67 રન બનાવ્યા છે.

ચહલે પોતાની ચોથી ઓવરના બીજા બોલમાં કેન વિલિયમસનને આઉટ કર્યો હતો. હાર્દિક પંડ્યાએ કેન વિલિયમસનનો કેચ પકડીને તેને પેવેલિયન ભેગો કરી દીધો હતો. કેને 48 બોલમાં ચાર ફોરનની મદદથી 28 રન બનાવ્યા હતા.

ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ મોનગાનુઇમાં પાંચ વનડે મેચની શ્રેણી ની ત્રીજી મેચ રમાઇ રહી છે. આ મેચ બંને ટીમો માટે કરો યા મરો જેવી છે. કારણ કેર આ મેચ જીતીને વિરાટ સેના આ શ્રેણીને પોતાના નામે કરી દેશે. એટલું જ નહીં આ મેચ દરમિયાન વિરાટ કોહલી છેલ્લીવાર મેચ રમતા નજર આવશે. ઉલ્લેખનીય છે કે, વિરાટ કોહલીને શ્રેણીની છેલ્લી બે વનડે અને ત્રણ ટી-20માં આરામ આપવામાં આવ્યો છે.

મેચમાં હાર્દિક પંડ્યા ઉપર દરેકની નજર છે. આ ઉપરાં ફિલ્મકાર કરન જોહરના ટીવી શો ઉપર મહિલાઓ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યા બાદ અસ્થાઇ રુપથી પ્રતિબંધનો સામનો કર્યા પછી ટીમમાં પરત ફર્યા છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામે વનડે શ્રેણી શરૂ થયા પહેલા એ સ્વીકાર કર્યો હતો કે, હાર્દિકની હાજરી ટીમને મજબૂતી અને સંતુલન આપશે. પંડ્યા છઠ્ઠા નંબર ઉપર બેટિંગ રવા સક્ષમ છે.

ઉલ્લેખનીય છે કે, સતત બે મેચ હાર્યા પછી મેજબાન ન્યૂઝીલેન્ડ ટીમ સતત દબાણમાં છે. સંભવ છે કે કેપ્ટન કેન વિલિયમસન ત્રીજી વનડે મેચ જીતવા પોતાની ટીમમાં કેટલાક ફેરફાર કરીને મેદાનમાં ઉતરશે. છેલ્લી મેચમાં હારીને તેઓ આ શ્રેણી ગુમાવવા માંગતા નથી.

બંને દેશની ટીમો
ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, દિનેશ કર્તિક, વિજય શંકર, શુભમાન ગિલ, યુજવેન્દ્ર ચહલ, કુલ્દીપ યાદવ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વરકુમાર, મોહંમદ સિરજ, ખલિલ અહમદ, રવિન્દ્ર જાડેજા અને હાર્દિક પંડ્યા.

ન્યૂઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ટમ લેથમ, માર્ટીન ગુપ્ટીલ, કોલિન ડી ગ્રાન્ડહોમ, ટ્રેન્ટ બોલ્ટ, હેનરી નિકોલ્સ, ડગ બ્રસવેલ, લોકી ફ્યુગર્સન, મેટ હેનરી, કોલિન મુનરો, ઇશ સોઢી, મિશેલ સેન્ટર અને ટિમ સાઉથી.
First published: January 28, 2019
વધુ વાંચો
अगली ख़बर