Ind VS NZ 1st ODI: ન્યૂઝીલેન્ડ સામે ભારતની 8 વિકેટથી શાનદાર જીત

News18 Gujarati
Updated: January 23, 2019, 2:35 PM IST
Ind VS NZ 1st ODI: ન્યૂઝીલેન્ડ સામે ભારતની 8 વિકેટથી શાનદાર જીત
શિખર ધવન

નેપિયર વન ડેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને ટોસ જીતીની પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

  • Share this:
શિખર ધવનની અણનમ ઇનિંગમાં 75 રન અને કુલદીપ યાદવની 4 વિકેટોની મદદથી ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડ સામે પહેલા વનડે મેચમાં 8 વિકેટથી જીત મેળવી છે. આ જીત સાથે ટીમ ઇન્ડિયાએ 5 વન ડે મેચ શ્રેણીમાં 1-0થી બઢત મેળવી છે. ધવન ઉપરાંત કોહલીએ 45 રન, રોહિત શર્માએ 11 રન બનાવ્યા છે. જ્યારે અંબાતી રાયડુ 13 રન બનાવીને અણનમ રહ્યો હતો.

ટીમ ઇન્ડિયાને પહેલો ફટકો રોહિત શર્માના રૂપમાં લાગ્યો હતો. રોહિત સર્મા 24 બોલમાં 11 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કોહલી અને ધવને મેચને સંભાળી છે. બંને બેટ્સમેનોએ ભારતના સ્કોરને 100 રનને પાર લગઇ ગયા છે. શિખર ધવને પોતાની 27મી વનડે ફિફ્ટી ફટકારી છે. ધવને નવ દાવ બાદ અડધી સદી ફટકારી છે. સાથે સાથે ભારતીય ટીમ જીતની નજીક પહોંચી છે. અત્યારે ભારતનો સ્કોર 125 રન થયો છે.

સુરજની રોશની બેટ્સમેનોની આંખો પડતા મેચને થોડો સમય રોકવામાં આવ્યા બાદ ફરી શરૂ થઇ છે. 30 મિનિટ સુધી મેચને રોકવામાં આવી હતી. રોહિત શર્મા પછી વિરાટ કોહલી ક્રિઝ ઉપર આવ્યો હતો. આમ અત્યારે ધવન અને કોહલીએ મેચ સંભાળી છે.

ન્યૂઝીલેન્ડ ટીમે અત્યાર સુધી ત્રણ બોલરોને મેદાનમાં ઉતારી ચુકી છે. શરૂઆતમાં તેઓ ભારતીય બેટ્સમેનોને બીટ પણ કરી રહ્યા હતા. પરંતુ ભારતીય બેટ્સમેન ખુબ જ આરામથી બેટિંગ કરી રહ્યા છે. ડીનર સુધી ભારતનો સ્કોર 41/.0 ને 9 ઓવર થઇ છે. ત્યારે રોહિત શર્માએ 11 રન અને શિખર ધવન 29 રન સાથે ક્રિઝ ઉપર છે.

નેપિયર વનેમાં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 38 ઓવરમાં 157 રન ઉપર સમેટી લીધી છે. ન્યૂઝીલેન્ડ તરફથી વિલિયમસને સૌથી વધારે 64 રન બનાવ્યો છે. આ ઉપરાંત રોસ ટેલરે 24, ટોમ લેથમે 11, સેટનરે 14 અને નિકલ્સે 12 રન બનાવ્યા હતા. આમ ભારતને મેચ જીતવા માટે 158 રન બનાવવા પડશે. ન્યૂઝીલેન્ડે આપેટાલ ટાર્ગેટનો પીછો કરવા માટે રોહિત શર્મા અને શિખર ધવન ઓપનિંગમાં આવ્યા છે.

કેદાર જાધવે ટીમ ઇન્ડિયાને બ્રેકથ્રૂ અપાવ્યો છે. નિકલ્સનો કુલદીપે મિડ ઓન પર શાનદાર કેચ પકડ્યો હતો. આમ ભારતને પાચ વિકોટની સફળતા મળી છે. વિજય શંકરની બોલ પર સ્ક્વેયર લેગમાં વિલિયમસન લોન્ગ શોર્ટ લગાવવા ગયો હતો. આ બોલ કેદાર જાધવ પાસે ગઇ હતી. પરંતુ કેદાર બોલને પકડી શક્યો ન્હોતો આમ વિલિયમસનને જીવતદાન મળ્યું હતું જોકે, ચહલની બોલ ઉપર લેથમને ફોર લગાવી હતી. ત્યારબાદ તેના બીજા બોલે તેમણે લેથનની બોલને પકડી લીધી હતી. આમ ન્યૂઝીલેન્ડને ચોથું નુકસાન થયું હતું. આમ ન્યૂઝીલેન્ડે 76 રન ઉપર ચાર વિકેટ ગુમાવી હતી.યુઝવેન્દ્ર ચહલને પોતાના જ બોલમાં રોસ ટેલરનો કેચ પકડ્યો છે. ટેલરે ચહલના બોલને સંભાળવાનો પ્રયત્ન કર્યો પરંતુ સંભાળી ન શક્યો અને આઉટ થયો હતો. ટેલર 24 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. 15 ઓવરમાં ન્યૂઝીલેન્ડે 3 વિકેટના નુકસાન સાથે 58 રન બનાવ્યા છે.



ન્યૂઝીલેન્ડની શરુઆત ખરાબ રહી છે. બીજી જ ઓવરમાં શમીએ ગુપ્ટિલને બોલ્ડ કર્યો છે અને ટીમ ઇન્ડિયાન પહેલી સફળતા અપાવી હતી. જ્યારે બીજી જ ઓવરમાં મનરોએ ભુવી વિરુદ્ધ બે ચોક્કા લગાવ્યા હતા અને પોતાના લક્ષ્ય નક્કી કરી લીધું હતું. જોકે, શમીની ઓવરમાં મનરો પણ બોલ્ડ થયો હતો. આમ 18 રનની અંદર ન્યૂઝી લેન્ડની બે વિકેટ પડી હતી.

નેપિયર વન ડેમાં ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનને ટોસ જીતીની પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝિલેન્ડ આ મેચ માટે શ્રીલંકા સામે રમાનારી મેચથી પોતાની ટીમમાં બે ફેરફાર કર્યા છે. મિચેલ સેન્ટનરની ટીમમાં વાપસી થઇ છે. જ્યારે ડગબ્રસવેલને પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

વિલિયમસને કહ્યું કે ફાસ્ટ બોલર ઓલરાઉન્ડરની જરુર હતી એટલા માટે બ્રેસવેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ટીમ ઇન્ડિયામાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે. અંબાતી રાયડુને દિનેશ કાર્તિકની જગ્યાએ સામેલ કરવામાં આવ્યો છે. જ્યારે કુલદીપ યાદવને રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ટીમમાં લેવામાં આવ્યો છે.



ભારત: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, દિનશેર કર્તિક, વિજય શંકર, શુભમાન ગિલ, યુજવેન્દ્ર ચહલ, કુલ્દીપ યાદવ, મોહમ્મદ શમી, ભૂવનેશ્વરકુમાર, મોહંમદ સિરજ, ખાલિલ અહમદ, રવિન્દ્ર જાડેજા .

ન્યુઝીલેન્ડ: કેન વિલિયમસન (કેપ્ટન), રોસ ટેલર, ટોમ લૅથમ, માર્ટીન ગુપ્ટીલ, કોલિન ડે ગ્રાન્ડહોમે, ટ્રેન્ટ બોલ્ટ, હેનરી નિકોલ્સ, ડગ બ્રાસવેલ, લોકી ફગ્યુર્સન, મેટ હેનરી, કોલિન મુનરો, ઇશ સોડી, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી.
First published: January 23, 2019, 7:47 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading