LIVE NOW

Ind vs Eng : ટીમ ઇન્ડિયાના બેટ્સમેનોનો ફરી ધબડકો

વિરાટ કોહલી 24, અજિંક્ય રહાણે 18 , હાર્દિક પંડ્યા 11, દિનેશ કાર્તિક 1 રન બનાવી આઉટ

gujarati.news18.com | August 11, 2018, 1:34 PM IST
facebook Twitter Linkedin
Last Updated August 11, 2018
auto-refresh

Highlights

Load More
ભારતના બેટ્સમેનો ફરી એક વખત ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણ સામે પાણીમાં બેસી ગયા હતા. બીજી ટેસ્ટમાં બીજા દિવસે ભારત 107 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.  વિરાટ કોહલી 24, અજિંક્ય રહાણે 18 રન બનાવી આઉટ થયા હતા. હાર્દિક પંડ્યા 11, દિનેશ કાર્તિક 1 રન બનાવી સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. ઇંગ્લેન્ડ તરફથી એન્ડરસને 5 વિકેટ, વોકિસે 2 વિકેટ જ્યારે બ્રોડ અને કુરેને 1- 1 વિકેટ ઝડપી હતી.

બીજી ટેસ્ટમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. મુરલી વિજય દિવસની પ્રથમ ઓવરમાં શૂન્ય રને આઉટ થયો હતો. લોકેશ રાહુલ પણ ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 8 રને એન્ડરસનનો બીજો શિકાર બન્યો હતો. ધવનના સ્થાને આવેલો પૂજારા 1 રને રન આઉટ થયો હતો. ભારતે 15 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.

ઇંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ રહેલા શિખર ધવનના સ્થાને ચેતેશ્વર પૂજારાને તક આપવામાં આવી છે. આ સિવાય ઉમેશ યાદવના સ્થાને કુલદીપ યાદવનો સમાવેશ કરાયો છે. ટીમમાં અશ્વિન અને કુલદીપ બે સ્પિનર છે.