LIVE NOW

Ind vs Eng 2nd Test : પ્રથમ દિવસ વરસાદમાં ધોવાયો, ટોસ પણ ન થયો

gujarati.news18.com | August 9, 2018, 10:05 PM IST
facebook Twitter Linkedin
Last Updated August 9, 2018
auto-refresh
Load More
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાય રહેલી બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ વરસાદમાં ધોવાઈ ગયો હતો. લોર્ડ્સમાં રમાય રહેલી આ ટેસ્ટમાં વરસાદના કારણે ટોસ પણ થયો ન હતો.  પ્રથમ દિવસ વરસાદમાં ધોવાતા હવે ટેસ્ટમાં ચાર દિવસ જ બચ્યા છે. આવા સમયે શ્રેણીમાં પાછળ રહેલી ભારતીય ટીમ માટે ફટકો છે.,

એજબેસ્ટનમાં પ્રથમ ટેસ્ટમાં જીત મેળવી ઇંગ્લેન્ડ પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. પ્રથમ ટેસ્ટમાં ફ્લોપ રહેલા શિખર ધવન કે લોકેશ રાહુલના સ્થાને ચેતેશ્વર પૂજારાને તક આપી શકે છે. વિરાટ કોહલી સિવાય અન્ય ટોપ ઓર્ડર બેટ્સમેનોનું ફોર્મ ચિંતાજનક છે.

ટીમ ઇન્ડિયા પાસે લોર્ડ્સમાં પુનરાગમનની તક છે. 2014માં ઇંગ્લેન્ડ પ્રવાસમાં ભારતે એકમાત્ર ટેસ્ટ આ જ મેદાન ઉપર જીતી હતી.