liveLIVE NOW

IND vs ENG : બીજી ટી-20માં ઇંગ્લેન્ડનો 5 વિકેટે વિજય, શ્રેણી 1-1થી સરભર

  • News18 Gujarati
  • | July 07, 2018, 01:41 IST
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 3 YEARS AGO

    હાઇલાઇટ્સ

    1:42 (IST)
    ઇંગ્લેન્ડે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવ્યો.

    1:29 (IST)

    ઇંગ્લેન્ડના 18 ઓવરમાં 5 વિકેટે 130 રન. એલેક્સ હેલ્સ અને ડેવિડ વિલી રમતમાં છે.

    1:28 (IST)

    જોની બેરિસ્ટો 18 બોલમાં 2 સિક્સર સાથે 28 રન બનાવી આઉટ થયો

    1:10 (IST)
    ઇંગ્લેન્ડને ચોથો ફટકો. મોર્ગન 17 રને હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો.

    0:48 (IST)

    ઇંગ્લેન્ડે 10 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 14 રન બનાવી લીધા છે. એલેક્સ હેલ્સ 14 અને મોર્ગન 3 રને રમતમાં છે.

    0:26 (IST)
    બટલર 14 રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો હતો. ઇંગ્લેન્ડે 33 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી.
    0:15 (IST)
    ઉમેશ યાદવને પ્રથમ સફળતા મળી. જેસોન રોયને 15 રને બોલ્ડ કર્યો. 

    23:43 (IST)
    જેક બોલની અંતિમ ઓવરમાં ધોની અને હાર્દિક પંડ્યાએ 22 રન ફટકાર્યા.

    23:41 (IST)
    ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવ્યા. વિરાટ કોહલીના 47 રન, ધોની 24 બોલમાં 5 ફોર સાથે 32 રન બનાવી અણનમ રહ્યો. હાર્દિક પંડ્યાના 10 બોલમાં 12 રન.

    બોલરોના ચુસ્ત પ્રદર્શન પછી એલેક્સ હેલ્સ (58 અણનમ)ની અડધી સદીની મદદથી ઇંગ્લેન્ડે બીજી ટી-20માં ભારત સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 148 રન બનાવ્યા હતા. જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ઇંગ્લેન્ડે 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ઇંગ્લેન્ડે ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-1થી બરાબરી કરી લીધી છે. ત્રીજી અને અંતિમ ટી-20 મેચ 8 જુલાઈએ રમાશે. ઇંગ્લેન્ડ તરફથી એલેક્સ હેલ્સે 41 બોલમાં 4 ફોર અને 3 સિક્સરની મદદથી 58 રન બનાવ્યા હતા. જોની બેરિસ્ટોએ 18 બોલમાં 2 સિક્સર સાથે 28 રનની ઇનિંગ્સ રમી હતી.