ભારત 50 ઓવરમાં 236 રનમાં ઓલઆઉટ. ઇંગ્લેન્ડનો 86 રને વિજય.
ધોનીએ ધીમી બેટિંગ કરતા 59 બોલમાં 2 ફોર સાથે 37 રન બનાવ્યા હતા.
ધોનીએ વન-ડેમાં 10 હજાર રન પુરા કરવાની સિદ્ધિ મેળવી. ભારતનો ચોથો અને વર્લ્ડનો 12મો ક્રિકેટર બન્યો.
ઉમેશ યાદવ 2 બોલમાં શૂન્ય રને આઉટ. ભારતે 192 રનમાં સાતમી વિકેટ ગુમાવી.
ભારતને છઠ્ઠો ફટકો. હાર્દિક પંડ્યા 21 રન બનાવી આઉટ. ભારતનો સ્કોર 39 ઓવરમાં 6 વિકેટે 191.
સુરેશ રૈના 46 રન બનાવી રાશિદની ઓવરમાં બોલ્ડ થયો હતો. ભારતનો સ્કોર 32 ઓવરમાં 5 વિકેેટે 157 રન. ધોની 5 અને હાર્દિક પંડ્યા 2 રને રમતમાં છે.
વિરાટ કોહલી 45 રન બનાવી મોઈન અલીની ઓવરમાં એલબી આઉટ થયો. ભારતના 27 ઓવરમાં 4 વિકેટે 140 રન.