ઇંગ્લેન્ડે આપેલા 194 રનના લક્ષ્યાંક સામે ભારતે ત્રીજા દિવસના અંતે 5 વિકેટ ગુમાવી 110 રન બનાવ્યા. ભારત હજુ 84 રન પાછળ છે અને તેની 5 વિકેટો જમા છે. દિવસના અંતે વિરાટ કોહલી 43 અને દિનેશ કાર્તિક 18 રને રમતમાં છે.
ટીમ ઇન્ડિયાએ 29.4 ઓવરમાં 100 રન પુરા કર્યા. વિરાટ કોહલી 38 અને ને દિનેશ કાર્તિક 14 રને રમતમાં છે.
અશ્વિન ખાસ કમાલ કરી શક્યો ન હતો અને 13 રને એન્ડરસનનો શિકાર બન્યો હતો. ભારતે 78 રને પાંચમી વિકેટ ગુમાવી હતી.
દિનેશ કાર્તિક અને હાર્દિક પંડ્યા પહેલા અશ્વિન બેટિંગ કરવા આવ્યો.
ભારતે 15.5 ઓવરમાં 50 રન પુરા કર્યા.
ભારતને લોકેશ રાહુલના રુપમાં ત્રીજો ફટકો પડ્યો છે. રાહુલ 13 રને સ્ટોક્સનો શિકાર બન્યો હતો. ભારતે 46 રનમાં ગુમાવી 3 વિકેટ.
ધવન 13 રને બ્રોડનો શિકાર બન્યો. ભારતે 22 રનમાં ગુમાવી દીધી 2 વિકેટ.
ભારતને પ્રથમ ફટકો મુરલી વિજયના રૂપમાં પડ્યો છે. વિજય 6 રને બ્રોડનો શિકાર બન્યો હતો.
સેમ કરેન 63 રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો. ઇંગ્લેન્ડ 180 રનમાં ઓલઆઉટ. ભારતને જીતવા માટે 194 રનનો પડકાર. ઇશાંત શર્માની 5 વિકેટ. અશ્વિનની 3 અને ઉમેશ યાદવની 2 વિકેટ.
સ્ટુઅર્ટ બ્રોડ 11 રન બનાવી ઇશાંત શર્માની ઓવરમાં આઉટ થયો હતો. ઇશાંતે પાંચમી વિકેટ ઝડપી.
સેમ કુરૈને 54 બોલમાં 50 રન પુરા કર્યા. તેણે કારકિર્દીની પ્રથમ અડધી સદી ફટકારી.
ઇંગ્લેન્ડને આઠમો ફટકો. રશિદ 16 રન બનાવી ઉમેશ યાદવનો શિકાર બન્યો. ઇંગ્લેન્ડે 135 રને ગુમાવી વિકેટ.
ઝાંખા પ્રકાશના કારણે રમત અટકાવવામાં આવી છે. ઇંગ્લેન્ડે 42 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 131 રન બનાવી લીધા છે. લીડ સાથે તેના 144 રન થઈ ગયા છે. સેમ કુરૈન 30 અને રશિદ 15 રને રમતમાં છે. બંને વચ્ચે અત્યાર સુધી 44 રનની ભાગીદારી નોંધાઈ છે.
ઇંગ્લેન્ડે 35 ઓવરમાં 100 રન બનાવ્યા.
ઇંગ્લેન્ડને સાતમો ફટકો, બટલર 1 રન બનાવી ઇશાંત શર્માનો શિકાર બન્યો.
ત્રીજા દિવસે લંચ સમયે ઇંગ્લેન્ડે 86 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. ઇશાંત શર્મા અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી છે.
ઇંગ્લેન્ડે 86 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી છે. સ્ટોક્સ 6 રને આઉટ.
ઇંગ્લેન્ડે 17 ઓવરમાં 50 રન પુરા કર્યા.
સુકાની જો રુટ 14 રન બનાવી અશ્વિનનો ત્રીજો શિકાર બન્યો હતો. ઇંગ્લેન્ડે 39 રનમાં ગુમાવી 3 વિકેટ.
ઓપનર જેનિંગ્સ 8 રન બનાવી અશ્વિનની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ઇંગ્લેન્ડે 18 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી.