LIVE NOW

Ind Vs Eng 1st Test Day 2 : કોહલીના 149, ભારત 274માં ઓલઆઉટ

gujarati.news18.com | August 2, 2018, 11:13 PM IST
facebook Twitter Linkedin
Last Updated August 2, 2018
auto-refresh

Highlights

9:59 pm (IST)
Load More
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બંને ટીમનું સમાન પ્રભુત્વ જોવા મળ્યું હતું. બીજા દિવસના અંતે ઇંગ્લેન્ડે બીજા દાવમાં 1 વિકેટ ગુમાવી 9 રન બનાવી લીધા છે. લીડ સાથે ઇંગ્લેન્ડ 22 રન આગળ છે. આ પહેલા ભારત 274 રનમાં ઓલઆઉટ થયું હતું.

ભારત 274 રનમાં આઉટ

વિરાટ કોહલીની 22મી સદી (149)ની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટના બીજા દિવસે વાપસી કરી હતી. ઇંગ્લેન્ડના 287 રનના જવાબમાં ભારત 274 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં 13 રનની નજીવી લીડ મળી છે. આ સિવાય શિખર ધવને 26 રન બનાવ્યા હતા. એકસમયે 182 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી લાગતું હતું કે ઇંગ્લેન્ડ વધારે લીડ મેળવશે. જોકે વિરાટની શાનદાર ઇનિંગ્સે ઇંગ્લેન્ડની આશા પર પાણી ફેરવી દીધું હતું. ઇંગ્લેન્ડ તરફથી યુવા બોલર કુરેને સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. એન્ડરસન, રશિદ અને સ્ટોક્સને 2-2 વિકેટ મળી હતી.