LIVE NOW

Ind Vs Eng 1st Test : રુટના 80 રન, અંતિમ સેશનમાં ભારતે વાપસી કરી

gujarati.news18.com | August 1, 2018, 11:12 PM IST
facebook Twitter Linkedin
Last Updated August 1, 2018
auto-refresh

Highlights

Load More
જો રુટ (80) અને જોની બેરિસ્ટો (70)ની અડધી સદીની મદદથી ઇંગ્લેન્ડે ભારત સામે પ્રથમ ટેસ્ટમાં પ્રથમ દિવસના અંતે 9 વિકેટ ગુમાવી 285 રન બનાવી લીધા છે. દિવસના અંતે કુરેન 24 અને એન્ડરસન ખાતું ખોલાવા વિના રમતમાં છે. ચાના વિરામ સુધી ઇંગ્લેન્ડે 3 વિકેટે 163 રન બનાવી લીધા હતા. જોકે આ પછી અંતિમ સેશનમાં ઇંગ્લેન્ડનો ધબડકો થતા 6 વિકેટ ગુમાવી દીધી હતી. બેરિસ્ટો અને રુટ વચ્ચે ચોથી વિકેટ માટે 104 રનની ભાગીદારી નોંધાઈ હતી. ભારત તરફથી અશ્વિને સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. મોહમ્મદ શમીને બે વિકેટ, જ્યારે ઇશાંત શર્મા અને ઉમેશ યાદવને એક-એક વિકેટ મળી હતી.

બર્મિંઘમમાં ટીમ ઇન્ડિયાનો ખરાબ રેકોર્ડ

બર્મિંઘમમાં ટીમ ઇન્ડિયાનો ખરાબ રેકોર્ડ ચિંતાનો વિષય છે. એજબેસ્ટનમાં ટીમ ઇન્ડિયા ક્યારેય ટેસ્ટ મેચ જીત્યું નથી. આ મેદાન પર ભારતીય ટીમે 7 માંથી 6 ટેસ્ટ ગુમાવી છે અને એક ટેસ્ટ ડ્રો રહી છે. સાથે ટીમ ઇન્ડિયા 7 વર્ષ પછી આ મેદાનમાં ટેસ્ટ મેચ રમશે. છેલ્લે 2011માં ટીમ ઇન્ડિયા આ મેદાનમાં રમ્યું હતું. જેમાં ઇનિંગ્સ અને 242 ને પરાજય થયો હતો.

પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન - ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવનમાં જો રુટ, એલિસ્ટર કૂક સિવાય કીટોન જેનિંગ્સ, ડેવિડ મલાનને પણ તક મળી છે. સાથે ફોર્મમાં ચાલી રહેલા બેટ્સમેન જોની બેરિસ્ટો, જોશ બટલર પણ ટીમમાં છે. ટીમમાં ફાસ્ટ બોલર સેમં કુરેનને પણ સ્થાન મળ્યું છે. બ્રોડ અને જેમ્સ એન્ડરસન ટીમમાં છે. ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ પણ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન બનાવવા સફળ રહ્યો છે. ઇંગ્લેન્ડે પ્લેઇંગ ઇલેવનમાં એકમાત્ર સ્પિનર તરીકે આદિલ રશિદને રાખ્યો છે.

ભારતીય ટીમ - મુરલી વિજય, શિખર ધવન, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, આર.અશ્વિન, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, ઇશાંત શર્મા.