ભારતે 45.3 ઓવરમાં 200 રન પુરા કર્યા હતા. ભુવનેશ્વર સિક્સર ફટકારી સ્કોર 200ને પાર પહોંચાડ્યો
0:26 (IST)
કેદાર જાધવ 19 રને રિટાયર્ડ હર્ટ થયો
0:16 (IST)
ભારતના 38 ઓવરમાં 5 વિકેટે 167 રન
બોલરોના ચુસ્ત પ્રદર્શન પછી રોહિત શર્મા સહિત બેટ્સમેનોના ઉમદા પ્રદર્શનની મદદથી ભારતે એશિયા કપની ફાઇનલમાં બાંગ્લાદેશ સામે 3 વિકેટે વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ 48.3 ઓવરમાં 222 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 223 રન બનાવી લીધા હતા. કેદાર જાધવ 23 રને અણનમ રહ્યો હતો. આ જીત સાથે જ ભારત સાતમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બનવા સફળ રહ્યું છે. ભારત આ પહેલા 1984, 1988, 1990-91, 1995, 2010 અને 2016માં ચેમ્પિયન બન્યું હતું.
શિખર ધવન અને રોહિતે પ્રથમ વિકેટ માટે 35 રનની ભાગીદારી નોંધાવી હતી. ધવન 15 રને આઉટ થયો હતો. રાયડુ 2 રને આઉટ થતા ભારતે 46 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. રોહિતે એક છેડો સાચવી રાખ્યો હતો. જોકે તે 48 રન બનાવી આઉટ થયો હતો. રોહિતના આઉટ થયા પછી ધોની અને કાર્તિકે 54 રનની ભાગીદારી કરી બાજી સંભાળી હતી. કાર્તિક 37 અને ધોની 36 રને આઉટ થયા હતા. જાધવ, જાડેજા અને ભુવનેશ્વરે શાનદાર બેટિંગ કરી ટીમને જીત અપાવી હતી.
લિટ્ટન દાસ અને મહેદી હસને પ્રથમ વિકેટ માટે 120 રનની ભાગીદારી કરી શાનદાર શરૂઆત અપાવી હતી. 27 વન-ડે પછી બાંગ્લાદેશના ઓપનરે સદીની ભાગીદારી કરી હતી. હસન 32 રને જાધવનો શિકાર બન્યો હતો. આ જોડી આઉટ થયા પછી કાયેસ (2), રહીમ (5), મિથુન (2) અને મહમદુલ્લાહ (4) સસ્તામાં આઉટ થતા બાંગ્લાદેશે 151 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
લિટ્ટન દાસે આક્રમક બેટિંગ કરતા 87 બોલમાં 11 ફોર અને 2 સિક્સર સાથે 100 રન પુરા કરતા કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. તે 121 રન બનાવી સ્ટમ્પિંગ આઉટ થયો હતો. આ પછી બાંગ્લાદેશની ટીમ 48.3 ઓવરમાં 222 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી કુલદીપ યાદવે સૌથી વધારે 3 વિકેટ ઝડપી હતી. કેદાર જાધવને 2 વિકેટ મળી હતી. આ પહેલા ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.