liveLIVE NOW

IND vs ENG 1st Test; ભારતનો 31 રને પરાજય, 194 રનના પડકાર સામે 162 રનમાં ઓલઆઉટ

  • News18 Gujarati
  • | August 04, 2018, 17:38 IST |
    facebookTwitterLinkedin
    LAST UPDATED: 4 YEARS AGO
    17:19 (IST)
    17:18 (IST)
    ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. એન્ડરસન અને બ્રોડે 2-2 વિકેટ ઝડપી હતી

    17:17 (IST)
    આ જીત સાથે ઇંગ્લેન્ડે ચાર ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે

    17:6 (IST)
    17:4 (IST)
    ભારતનો પ્રથમ ટેસ્ટમાં 31 રને પરાજય. 194 રનના પડકાર સામે ભારત 162 રનમાં ઓલઆઉટ. હાર્દિક પંડ્યા અંતિમ વિકેટના રૂપમાં 31 રને આઉટ

    16:46 (IST)

    ભારતના 50 ઓવરમાં 9 વિકેટે 154 રન. જીતથી 40 રન દૂર.

    16:45 (IST)
    ભારતને નવમો ફટકો. ઇશાંત શર્મા 11 રને રશિદનો શિકાર બન્યો. 

    16:32 (IST)
    16:24 (IST)

    ભારત જીતથી 53 રન દૂર છે. ભારતની જીતનો સઘળો મદાર હાર્દિક પંડ્યા ઉપર છે.

    16:24 (IST)

    ભારતના 47 ઓવરમાં 8 વિકેટે 141 રન. હાર્દિક પંડ્યા 21 રને રમતમાં છે.

    વિરાટ કોહલી સિવાય ભારતના બેટ્સમેનો ફ્લોપ રહેતા ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ભારતનો 31 રને પરાજય થયો હતો. ઇંગ્લેન્ડે આપેલા 194 રનના પડકાર સામે ભારત ચોથા દિવસે 54.2 ઓવરમાં 162 રનમાં ધરાશાયી થઈ ગયું હતું. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ  ટેસ્ટની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 9 ઓગસ્ટથી લોર્ડ્સમાં રમાશે. મેચમાં 5 વિકેટ ઝડપનાર અને અડધી સદી ફટકારનાર સેમ કુરેનને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

    ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધારે 51 રન બનાવ્યા હતા. આ સિવાય હાર્દિક પંડ્યાએ 31 અને દિનેશ કાર્તિકે 20 રન બનાવ્યા હતા. ભારતે ચોથા દિવસે 5 વિકેટે 110 રનથી દિવસનો પ્રારંભ કર્યો હતો. ભારતે પ્રથમ સેશનમાં જ 52 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.

    ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે સૌથી વધારે 4 વિકેટ ઝડપી હતી. એન્ડરસન અને બ્રોડે 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે કુરેન અને રશિદને 1-1 વિકેટ મળી હતી.
    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन