KKR Vs CSK : જાડેજાએ સિક્સ મારીને ચેન્નાઈને અપાવી જીત, બિલિંગ્સના શાનદાર 56

News18 Gujarati
Updated: April 11, 2018, 12:38 AM IST
KKR Vs CSK : જાડેજાએ સિક્સ મારીને ચેન્નાઈને અપાવી જીત, બિલિંગ્સના શાનદાર 56

  • Share this:
કોલકાતા અને ચેન્નાઈ વચ્ચે થયેલ પાંચમો મુકાબલો ખુબ જ રોમાંચક રહ્યો હતો. આ મેચમાં અનેક ઉતાર-ચડાવ અને ધબકારા ચૂકવી દે તેવી રસાકસી બાદ રવિન્દ્ર જાડેજાએ ટાવરિંગ સિક્સ ફટકારીને ચેન્નાઈના ખાતામાં વધુ એક જીત ઉમેરી દીધી હતી. આ દરમિયાન બ્રાવોએ પણ સાતમા ક્રમે આવીને ફટકાબાજી કરીને ચેન્નાઈની જીતમાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.  કોલકાતાએ આપેલા 203 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલ ચેન્નાઈને વોટસન અને અંબાતી રાયડૂએ શાનદાર શરૂઆત અપાવી હતી. શેન વોટ્સને આવતાની સાથે જ આક્રમક બેટિંગ કરીને 19 બોલમાં 42 રન ફટકારી દીધા હતા. જ્યારે અંબાતી રાયડૂએ 26 બોલમાં 39 રન બનાવ્યા હતા. આમ આ બંને ખેલાડીઓએ જીતનો પાયો નાંખ્યો હતો.

પાછળથી ધોનીએ વિકેટ બચાવીને મહત્વપૂર્ણ 25 રનની ઈનિંગ રમી પરંતુ તેમની સામે ઉભેલ સેમ બિલિંગ્સે આક્રમક 56 રનની ઈનિંગ રમી નાંખી. સેમ બિલિંગ્સે ચેન્નાઈને જીતાડવામાં સૌથી મોટી ભૂમિકા નિભાવતા 23 બોલમાં 56 રનની ઝંઝાવાતી ઈનિંગ રમી હતી. આમ અંતિમ ઓવરોમાં બ્રાવો અને જાડૂએ એક-એક સિક્સ મારીને ચેન્નાઈને જીત અપાવી દીધી હતી. તેમાય જ્યારે બે બોલમાં ચાર રનની જરૂરત હતી, ત્યારે રવિન્દ્ર જાડેજાએ સ્ટેટમાં ટાવરિંગ સિક્સ ફટકારીને બધાના દિલ જીતી લીધા હતા.



કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રસેલે આક્રમક બેટિંગ કરતાં 36 બોલમાં 11 સિક્સ અને 1 ફોર સાથે 88 રન ફટકારી દીધા હતા. આ પહેલા રોબિન ઉથપ્પાએ 16 બોલમાં 29 રન ફટકાર્યા હતા. તે ઉપરાંત જ્યારે રોબિન ઉથપ્પા, રાણા અને રિંકૂ સિંહ સસ્તામાં આઉટ થયા ત્યારે દિનેશ કાર્તિકે આવીને ઈનિંગને સંભાળતા મહત્વપૂર્ણ 26 રન બનાવ્યા હતા. તે ઉપરાંત ક્રિસ લિને 22 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી વોટ્સને બે જ્યારે જાડૂ, ભજ્જુ અને શાર્દૂલ ઠાકૂરે 1-1 વિકેટ મેળવી હતી.

આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી.. આ પહેલા બંને ટીમો એક-એક મુકાબલો જીતી ચૂકી છે. ચેન્નાઈએ મુંબઈ ઈન્ડિયન્સને માત આપી હતી, જ્યારે કોલકાતાએ દિગ્ગજ ગણાતી ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને માત આપી હતી.

જોકે, આ ટક્કરથી પહેલા ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની માટે બે ખરાબ સમાચાર આવ્યા છે. અસલમાં સોમવારે રાત્રે પહેલા ધોની માટે પહેલા ખરાબ સમાચાર મિડલ ઓર્ડરના આક્રમક બેટ્સમેન અને પાર્ટ ટાઈમ બોલર કેદાર જાધવના હેમસ્ટ્રિંગ ઈન્જરીને લઈને આઈપીએલથી બહાર થવાના સમાચાર આવ્યા.

ચેન્નાઈ અને ધોની આ ઝાટકાથી બહાર આવે તે પહેલા જ આફ્રિકન ટીમના કેપ્ટન ફાફ ડૂ પ્લેસિસ સાથે જોડાયેલ એક સમાચાર સાંભળવા મળ્યા હતા. ટીમના બેટિંગ કોચ માઈકલ હસીએ જણાવ્યું કે, ફાફ ડૂ પ્લેસીના સ્નાયુઓમાં સમસ્યા છે અને આંગળીમાં પણ નાનું એવું ફ્રેક્ચર છે. તેથી તેઓ મંગળવારની મેચ માટે ઉપલબ્ધ થશે નહી.

 
First published: April 10, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading