આ ટીમે 20 બોલમાં જીતી લીધી મેચ, 10 ખેલાડીઓએ બનાવ્યા ફક્ત 6 રન

આ ટીમે 20 બોલમાં જીતી લીધી મેચ, 10 ખેલાડીઓએ બનાવ્યા ફક્ત 6 રન
આ ટીમે 20 બોલમાં જીતી લીધી મેચ, 10 ખેલાડીઓ મળીને બનાવ્યા ફક્ત 6 રન

ખવર અલી પછી સૌથી વધારે રનનો ફાળો એક્સ્ટ્રા (3 વાઇડ)નો રહ્યો હતો

 • Share this:
  ઓમાનના અલ અમરાતમાં એક ઘણી અજીબ વન-ડે મેચ જોવા મળી હતી. જ્યાં સ્કોટલેન્ડની ટીમે ફક્ત 20 બોલમાં મેચ જીતી લીધી હતી. 50 ઓવરની આ મેચમાં યજમાન ઓમાનની ટીમ ફક્ત 24 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓમાનની ટીમ 17.1 ઓવર જ રમી શકી હતી. તેના 10 બેટ્સમેનો ફક્ત 6 રન જ બનાવી શક્યા હતા. ખવર અલીએ સૌથી વધારે 15 રન બનાવ્યા હતા.

  ખવર અલી પછી સૌથી વધારે રનનો ફાળો એક્સ્ટ્રા (3 વાઇડ)નો રહ્યો હતો. ઓમાનના બે બેટ્સમેનોએ 2-2 રન બનાવ્યા હતા. જ્યારે 6 બેટ્સમેન શૂન્ય રને આઉટ થયા હતા. સ્કોટલેન્ડના સ્મિથ અને નીલે 4-4 વિકેટ ઝડપી હતી. જ્યારે ઇવાંસે 2 વિકેટ પોતાના નામે કરી હતી.  25 રનના ટાર્ગેટ સામે સ્કોટલેન્ડની ટીમે ફક્ત 3.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી


     સ્કોટલેન્ડે 20 બોલમાં જીતી મેચ
  25 રનના ટાર્ગેટ સામે સ્કોટલેન્ડની ટીમે ફક્ત 3.2 ઓવરમાં જીત મેળવી લીધી હતી. સ્કોટલેન્ડની એકપણ વિકેટ પડી ન હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં ઓમાનના 24 રન સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં વેસ્ટ ઇન્ડીઝની અંડર-19ની ટીમ 18 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

  આ પણ વાંચો - IPLની પ્રથમ 17 મેચોનો કાર્યક્રમ જાહેર, આ તારીખથી થશે ટૂર્નામેન્ટનો પ્રારંભ

   
  Published by:News18 Gujarati
  First published:February 19, 2019, 15:57 IST

  ટૉપ ન્યૂઝ