મેસ્સીએ રડતા-રડતા કહ્યું- બાર્સેલોનાને 50 ટકા સેલેરી ઓછી કરવાની ઓફર આપી હતી, પણ તે ના માન્યા

મેસ્સીએ રડતા-રડતા કહ્યું- બાર્સેલોનાને 50 ટકા સેલેરી ઓછી કરવાની ઓફર આપી હતી, પણ તે ના માન્યા(AP)

Lionel Messi latest news- આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ (Lionel Messi)સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના (Barcelona) છોડી દીધી

  • Share this:
    બાર્સેલોના : આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ (Lionel Messi)સ્પેનિશ ફૂટબોલ ક્લબ બાર્સેલોના (Barcelona) છોડી (Lionel Messi is leaving FC Barcelona) દીધી છે. રવિવારે મીડિયા સાથે વાત કરતા મેસ્સી રડવા લાગ્યો હતો અને કહ્યું હતું કે ક્યારેય વિચાર કર્યો ન હતો કે આવો પણ દિવસ આવશે, મેં ક્લબ છોડવા વિશે વિચાર પણ કર્યો ન હતો. મેસ્સી છેલ્લા 21 વર્ષથી બાર્સેલોના સાથે જોડાયેલો હતો. 30 જૂને તેનો કરાર ખતમ થયો હતો અને ક્લબ સાથે નવા કરારને લઇને સહમતી બની શકી ન હતી.

    મેસ્સી જ્યારે વાત કરવા આવ્યો તો બાર્લેસોના સાથે જીતેલી તેની ટ્રોફીયોને પણ રાખવામાં આવી હતી. મેસ્સીએ કહ્યું કે ક્લબ સાથે સારો અને ખરાબ બંને સમય જોયો. જોકે લોકોનો પ્રેમ હંમેશો બન્યો રહ્યો. મને આશા છે કે હું પાછો આવી શકું છું અને આ ક્લબનો ભાગ બની શકું છું. હું આ ક્લબને દુનિયાની સર્વશ્રેષ્ઠ ક્લબ બનાવવા માટે કશું પણ કરી શકું છું. જોકે હાલ મારી કહેવા માટે શબ્દો નથી. મેં સેલેરી 50 ટકા ઓછી કરવાની ઓફર આપી હતી. જોકે તેના પર કોઈને વિશ્વાસ થશે નહીં.

    મેસ્સીએ કહ્યું કે આ મારા માટે મુશ્કેલ છે અને હું પોતાને સંભાળવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જ્યારે હું ઘરે જઈશ તો વધારે ખરાબ લાગશે. હું પોતાના ત્રણ બાળકો સાથે 21 વર્ષથી આ શહેરમાં રહેતો હતો અને અહીંના લોકોએ મને ઘણો પ્રેમ આપ્યો છે. મેસ્સીએ કહ્યું કે ગત વર્ષે હું જવા માંગતો હતો પણ આ વર્ષે નહીં. હું આ ક્લબને છોડવા માંગતો ન હતો. આ ક્લબને હું પ્રેમ કરું છું પણ હવે મારી નવી કહાની શરૂ થશે.

    આ પણ વાંચો - Gold For India: ‘કદાચ સ્વર્ગથી મને જોતા હશે...’ નીરજ ચોપડાએ મિલ્ખા સિંહને સમર્પિત કર્યો ગોલ્ડ

    ક્લબ પર છે 8 હજાર કરોડનું દેવું

    બાર્સેલોના ક્લબે ગત દિવસોમાં એક નિવેદનમાં કહ્યું હતું કે બંને પક્ષોના પ્રયત્નો અને સહમતી પછી વિત્તીય સ્થિતિના કારણે નવી ડીલ થઇ શકી નથી. બાર્સેલોના ભારે આર્થિક સંકટમાંથી પસાર થઇ રહ્યું છે. બાર્સેલોના ક્લબ પર 1.18 બિલિયન ડોલર (લગભગ 8000 કરોડ રૂપિયા)નું દેવું છે.

    મેસ્સી 13 વર્ષની ઉંમરથી બાર્સેલોના સાથે જોડાયો હતો. તેણે સીનિયર ક્લબ તરફથી 2004માં રમવાનું શરુ કર્યું હતું. મેસ્સી બાર્સેલોના સાથે 35 ટાઇટલ જીત્યો છે. ક્લબ તરફથી 778 મેચમાં રેકોર્ડ 672 ગોલ કર્યા છે. મેસ્સીએ અંતિમ વખત 2017માં બાર્સેલોનો સાથે 555 મિલિયન યૂરો (લગભગ 4910 કરોડ રૂપિયા)નો કોન્ટ્રેક્ટ સાઇન કર્યો હતો. મેસ્સીને એક સિઝનમાં 138 મિલિયન યૂરો (લગભગ 1220 કરોડ રૂપિયા) મળતા હતા.
    Published by:Ashish Goyal
    First published: