આર્જેન્ટિનાના ફૂટબોલ સુપરસ્ટાર (Argentina Football Superstar) લિયોનલ મેસ્સી (Lionel Messi)એ ભારતમાં પોતાની બીડીની બ્રાન્ડ બહાર પાડી છે, તેવું સાંભળતા જ તમને આશ્ચર્ય થશે! તમે તેના પર વિશ્વાસ નહીં કરો. પરંતુ આ બાબતને લગતી એક રમુજી તસવીર સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ (Social Media Viral) થઈ રહી છે. અનેક ભારતીયોના દિલમાં સ્થાન ધરાવતા મેસ્સીને બ્રાઝીલ વિરુદ્ધ કોપા અમેરિકા (Copa America 2021 Tital) ટાઇટલ જીત્યા બાદ વધુ ચાહના મળી છે. પણ આ ચાહના ભારતની બીડી (Indian Biri) પર છવાઈ જશે તેવું કોઈએ વિચાર્યું નહીં હોય!
ટીમરૂના પાનની વચ્ચે તમાકુ ભરીને સિગરેટ(cigarette)ની જેમ પીવાતી બીડીથી કોઈ અજાણ નહીં હોય. વાયરલ થયેલી તસવીર બીડીના પેકેટની છે. તેના ઉપર મેસ્સીની તસવીર છપાઈ (Messi photo on Biri Packet) છે. ટ્વિટર યુઝર રૂપીન શર્મા (Rupin Sharma)એ આ તસવીર શેર કરી લખ્યું છે કે, ભારતમાં મેસ્સીની આ પ્રથમ જાહેરાત છે! બીડીના પેકેટ પર મેસ્સી બીડી (Messi Biri) લખેલું છે અને પેકેટ પર સફેદ, પીળા અને કાળા કલરની તસવીરમાં મેસ્સી હસતો હોય તેવી તસવીર છે.
આ બીડી અંગે એક યુઝરે કહ્યું છે કે, આ બીડીનું પેકેટ ઘણા સમયથી વેચાઈ રહ્યું છે. પેકેટ પર તમાકુ પ્રોડક્ટ બનાવતી ફેક્ટરીનો ઉલ્લેખ પણ કરાયો છે. બીડીના પેકેટ પર મેસ્સીની તસવીર જોઈ ચાહકો તેના પર રમૂજ કરી રહ્યા છે. કેટલાકે મેસ્સીને તેના નવા વ્યવસાય બદલ 'અભિનંદન' પણ આપ્યા છે!
અહીં વધુ આશ્ચર્યજનક બાબત તો એ છે કે, જે ફેક્ટરી મેસ્સીના નામે બીડી વેચી રહી છે તે જ ફેક્ટરી મેસ્સીના હરીફ અને પોર્ટુગીઝ ફૂટબોલર રોનાલ્ડો(Ronaldo)ના પેકેટની પણ બીડી વેચતી હોવાનું જાણવા મળ્યું છે.
આ દરમિયાન બીડીના ઉત્પાદન સાથે સંકળાયેલા શ્રમિકની માનવતાનો કિસ્સો પણ સામે આવ્યો છે. કોરોના રસીકરણ અભિયાન માટે કેરળમાં બીડી બનાવતા શ્રમિકે મુખ્યમંત્રી ભંડોળમાં પોતાની આખી બચત દાન કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. શ્રમિકના માનવતાના કાર્યની કેરળના મુખ્યમંત્રી પીનરાઈ વિજયને ટ્વિટ કરીને સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે, દેશના ઘણા રાજ્યમાં બીડી સહિતની આવી તમાકુ પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે. જે સસ્તા દરે વેચાય છે. બીડીના કારખાનામાં મહિલાઓ અને બાળકોને કામે રાખવામાં આવે છે. જેઓ બીડી બનાવી મામુલી કમાણી કરે છે. જોકે, કારખાનાના ખરાબ વાતાવરણના કારણે તેઓને ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધિત જોખમોનો સામનો કરવો પડે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર