પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓ ઉપર પડી વિજળી, 15 પ્લેયર્સ ઇજાગ્રસ્ત

News18 Gujarati
Updated: August 10, 2019, 7:33 PM IST
પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓ ઉપર પડી વિજળી, 15 પ્લેયર્સ ઇજાગ્રસ્ત
પ્રેક્ટિસ કરી રહેલા ખેલાડીઓ ઉપર પડી વિજળી, 15 પ્લેયર્સ ઇજાગ્રસ્ત (પ્રતિકાત્મક તસવીર)

મોસમનો પ્રહાર ખેલાડીઓ ઉપર થયો

  • Share this:
દુનિયાભરના ઘણા દેશો હાલ મોસમની માર ઝેલી રહ્યા છે. ભારતમાં હાલ ભારે વરસાદના કારણે ઘણા રાજ્યોમાં સ્થિતિ ખરાબ છે. ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્રમાં પૂરની સ્થિતિ છે. મોસમનો પ્રહાર ખેલાડીઓ ઉપર પણ થયો છે. જર્મનીના દક્ષિણ વિસ્તારમાં આકાશમાંથી વિજળી પડવાના કારણે 15 ફૂટબોલ ખેલાડી ઇજાગ્રસ્ત થયા છે.

સ્થાનિક સમાચાર એજન્સી ડીપીએએ જણાવ્યું હતું કે શનિવારે જ્યારે રોસેનફેલ્ડ હેઈલિગેનજિમ્મેર્ન મેદાનમાં ખેલાડી પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે આકાશમાંથી વિજળી પડી હતી. જેના કારણે ખેલાડી ઈજાગ્રસ્ત થયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સ્થિતિ વધારે ગંભીર નથી.

યૂરોપમાં ઘણા દેશોમાં હાલ ખરાબ મોસમ છે. બ્રિટનમાં ખરાબ મોસમના કારણે ઘણા આઉટડોર કાર્યક્રમ રદ કરવામાં આવ્યા છે. નેધરલેન્ડની રાજધાની એમ્સટર્ડમમાં પણ વાવાઝોડાના સમાચાર છે.

આ પણ વાંચો - પહેલા સચિનને ટીમમાં પસંદ કર્યો, 30 વર્ષ પછી પુત્ર અર્જુનને પસંદ કર્યો

મેચમાં ખરાબ મોસમની વાત કરવામાં આવે તો ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી મેચમાં પણ વિજળી પડવાની ચેતવણી જાહેર કરવાના કારણે મેચ સમાપ્ત કરી દેવામાં આવી હતી. મેદાનમા વિજળી ડિટેક્શન સિસ્ટમ એલર્ટ થઈ ગઈ હતી અને મેચ રોકવામાં આવી હતી. ખુલ્લામાં બેસેલા દર્શકોને પણ મેદાન ખાલી કરવા કહ્યું હતું.
First published: August 10, 2019
વધુ વાંચો
अगली ख़बर