Home /News /sport /IND v SA: ભારત-દક્ષિણ આફ્રિકા લાઇવ મેચમાં બત્તી ગુલ, 10 મિનિટ રોકવી પડી મેચ

IND v SA: ભારત-દક્ષિણ આફ્રિકા લાઇવ મેચમાં બત્તી ગુલ, 10 મિનિટ રોકવી પડી મેચ

દક્ષિણ આફ્રિકાની ઈનિંગની ત્રીજી ઓવરમાં સ્ટેડિયમની એક ફ્લડ લાઇટ અચાનક જ બંધ થઇ ગઇ હતી.

IND v SA: દક્ષિણ આફ્રિકાની ઈનિંગની ત્રીજી ઓવરમાં સ્ટેડિયમની એક ફ્લડ લાઇટ અચાનક જ બંધ થઇ ગઇ હતી. જે બાદ લગભગ 10 મિનિટ સુધી મેચ રોકી દેવામાં આવી હતી.

    દિલ્હી: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 મેચની સીરિઝની બીજી ટી20 મેચ ગુવાહાટીના બરસાપારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં લાઇટો જતી રહેતા લગભગ 10 મિનિટ સુધી રમત અટકાવી દેવી પડી હતી.

    દક્ષિણ આફ્રિકાની ઈનિંગની ત્રીજી ઓવરમાં સ્ટેડિયમની એક ફ્લડ લાઇટ અચાનક જ બંધ થઇ ગઇ હતી. જે બાદ લગભગ 10 મિનિટ સુધી મેચ રોકી દેવામાં આવી હતી. લાઈટ બંધ થવાને કારણે રમત બંધ થઈ હતી, ત્યારે સાઉથ આફ્રિકાની ટીમે 2 વિકેટે 5 રન બનાવી લીધા હતા. તે સમયે એડેન માર્કરામ અને ક્વિન્ટન ડી કોક ક્રિઝ પર હતા. જ્યારે દીપક ચહર બોલિંગ કરી રહ્યો હતો.

    આ પણ વાંચો: ભારત-સાઉથ આફ્રિકાની મેચ દરમિયાન સાંપ મેદાનમાં ઘુસી ગયો

    સૂર્યકુમાર યાદવ અને ઓપનર લોકેશ રાહુલની આક્રમક અડધી સદીની ઇનિંગના સહારે ભારતે દક્ષિણ આફ્રિકા સામે 3 વિકેટે 237 રનનો મોટો સ્કોર કર્યો હતો. સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રનની ઈનિંગ દરમિયાન પાંચ સિક્સર અને પાંચ ફોર ફટકારી હતી. તેણે પોતાની અડધી સદી 18 બોલમાં પૂરી કરી હતી, જે ભારત તરફથી બીજી સૌથી ઝડપી અડધી સદી છે. તેણે વિરાટ કોહલી (49 અણનમ) સાથે ત્રીજી વિકેટ માટે 43 બોલમાં 102 રનની ભાગીદારી પણ કરી હતી.

    આ પહેલા ભારતીય ઇનિંગ્સ દરમિયાન મેદાન પર અચાનક સાપ આવી જતાં ખેલાડીઓમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, સાપે કોઈને નુકસાન પહોંચાડ્યું ન હતું. ગુવાહાટીનું બરસાપારા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ દર્શકોથી ભરેલું છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Cricket News Gujarati, Team india

    विज्ञापन
    विज्ञापन