Home /News /sport /આ ક્રિકેટરે ટીમ ઇન્ડિયા માટે દેશ છોડયો... ડેબ્યૂ મેચ બની છેલ્લી ટેસ્ટ... ફિલ્ડીંગમાં બનાવી ખાસ ઓળખ

આ ક્રિકેટરે ટીમ ઇન્ડિયા માટે દેશ છોડયો... ડેબ્યૂ મેચ બની છેલ્લી ટેસ્ટ... ફિલ્ડીંગમાં બનાવી ખાસ ઓળખ

રોબિન સિંહે સંન્યાસ બાદ કોચિંગમં કરિયર બવાવ્યું (AFP)

7 વર્ષની ઉંમરથી ક્રિકેટ શીખનાર રોબિન સિંહ શરૂઆતના દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝમાં સ્કૂલ અને ક્લબ લેવલની ક્રિકેટ રમતા હતા. આ ભૂતપૂર્વ જમણા હાથના બેટ્સમેને થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા ભારતની હૈદરાબાદ બ્લુ નામની ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં મેચ રમવા ગઈ હતી.

વધુ જુઓ ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં એવા ઘણા ખેલાડીઓ છે જેનો જન્મ વિદેશમાં થયો છે, પરંતુ 100 થી વધુ વન-ડે રમનાર આ એકમાત્ર વિદેશી ક્રિકેટર છે. બેટિંગની સાથે સાથે ચુસ્ત ફિલ્ડિંગથી પણ પોતાની ઓળખ બનાવનાર આ ઓલરાઉન્ડરે 19 વર્ષની ઉંમરે વેસ્ટ ઈન્ડિઝ છોડી દીધું હતું. ઓલરાઉન્ડર તરીકે રોબિન સિંહે ઓક્ટોબર 1998માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું, જે તેમની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ સાબિત થઈ હતી. રોબિન સિંહની વેસ્ટ ઈન્ડિઝ તરફથી ટીમ ઈન્ડિયા માટે રમવાની કહાની પણ ખુબ જ રસપ્રદ છે.

7 વર્ષની ઉંમરથી ક્રિકેટ શીખનાર રોબિન સિંહ શરૂઆતના દિવસોમાં વેસ્ટ ઈન્ડિઝમાં સ્કૂલ અને ક્લબ લેવલની ક્રિકેટ રમતા હતા. આ ભૂતપૂર્વ જમણા હાથના બેટ્સમેને થોડા વર્ષો પહેલા એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, ઘણા વર્ષો પહેલા ભારતની હૈદરાબાદ બ્લુ નામની ક્રિકેટ ટીમ વેસ્ટ ઈન્ડિઝમાં મેચ રમવા ગઈ હતી. ત્યારબાદ તે ત્રિનિદાદ તરફથી હૈદરાબાદ સામે રમ્યા હતા. તે મેચમાં રોબિનનું પ્રદર્શન સારું રહ્યું હતું. તે જ સમયે કોઈએ તેમને ભારત આવવાની ઓફર આપી હતી.

રણજી ચેમ્પિયન ટીમનો ભાગ રહ્યા

વર્ષ 1984માં રોબિન સિંહના માતા-પિતા ભારત આવી ગયા. ભારતમાં તેમના પુત્રની કારકિર્દી બનાવવા માટે તેમણે ત્રિનિદાદ અને ટોબેગોની નાગરિકતા છોડી દીધી હતી. થોડા સમય પછી રોબિન તમિલનાડુની રણજી ટીમમાં પસંદ થયા હતા. રણજીમાં તમિલનાડુએ 33 વર્ષના દુષ્કાળનો અંત લાવીને ટાઈટલ જીત્યું હતું. ત્યારે આ આશાસ્પદ ખેલાડીએ જોતાની સાથે જ ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી કરી હતી.

રોબિન સિંહે વેસ્ટ ઈન્ડિઝ સામે ડેબ્યુ કર્યું હતું

રોબિન સિંહે 1989માં ભારત માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જે દેશમાં તેનો જન્મ થયો હતો તે જ ટીમ સામે તેને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી. વર્ષ 1999માં રોબિન વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ભાગ હતો. રોબિનના નામે 136 વન-ડેમાં 2336 રન છે, જેમાં એક સદી અને 9 અડધી સદી સામેલ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ રોબિન સિંહે કોચિંગમાં હાથ અજમાવ્યો હતો. તે રેકોર્ડ 5 વખતની ચેમ્પિયન IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સના કોચ પણ રહી ચૂક્યા છે.
First published:

Tags: Cricket News in Guajarati, Cricketers, Indian cricketer