Home /News /sport /LBW, ક્લીન બોલ્ડ, પછી એક કેચ સાથે સતત 3 વિકેટ, કુલદીપની અદભૂત બોલિંગ
LBW, ક્લીન બોલ્ડ, પછી એક કેચ સાથે સતત 3 વિકેટ, કુલદીપની અદભૂત બોલિંગ
શ્રીલંકા સામે કોલકાતા વનડેમાં વિકેટ લીધા બાદ કુલદીપ યાદવ
બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં 8 વિકેટ લેનાર આ સ્પિનરે શ્રીલંકા સામે તક મળતાની સાથે જ ચમત્કારો કરી નાખ્યો. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતેની બીજી વનડેમાં કુલદીપે એક પછી એક ત્રણ વિકેટ ઝડપી અને મેચનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમમાંથી બહાર કરાયેલા ચાઈનામેન બોલર કુલદીપ યાદવે છેલ્લા કેટલાક મહિનામાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બાંગ્લાદેશ સામેની ટેસ્ટમાં 8 વિકેટ લેનાર આ સ્પિનરે શ્રીલંકા સામે તક મળતાની સાથે જ ચમત્કારો કરી નાખ્યો. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતેની બીજી વનડેમાં કુલદીપે એક પછી એક ત્રણ વિકેટ ઝડપી અને મેચનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ ગયું.
ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી રમાઈ રહી છે. કોલકાતામાં પ્રથમ વનડે જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરીને યુઝવેન્દ્ર ચહલની જગ્યાએ કુલદીપ યાદવને સામેલ કર્યો છે. સુકાની રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડના વિશ્વાસ પર ખરા ઉતરીને તેણે સતત વિકેટો લીધી.
કુલદીપે અદ્ભુત બોલીંગ કરી
17મી ઓવરમાં બોલિંગ બદલતા કેપ્ટન રોહિત શર્માએ કુલદીપ યાદવને બોલાવ્યો. તેણે ઓવરના છેલ્લા બોલ પર શાનદાર બોલ પર કુસલ મેન્ડિસને ફસાવી દીધો. વિકેટની સામે બેટરને ગૂંચવ્યો અને અમ્પાયરે LBW આપ્યો. મેન્ડિસે રિવ્યુ લીધો પણ થર્ડ અમ્પાયર પણ તેને બચાવી શક્યો નહીં.
આ પછી છેલ્લી મેચમાં સદી ફટકારનાર સુકાની દાસુન શનાકા 2 રનના સ્કોર પર ધીમા બોલને ડોજ કરીને ક્લીન બોલ્ડ થયો હતો. તેની આગલી ઓવરમાં કુલદીપે ધીમા બોલ પર ચરિથ અસલંકાને છેતર્યો અને તેના જ બોલ પર તેનો કેચ પકડ્યો.
લંકાની ટીમે 215 જ રન કર્યા
ભારત સામેની બીજી વનડેમાં ટોસ જીતીને બેટિંગ કરવાનો શ્રીલંકાના કેપ્ટનનો નિર્ણય ખોટો સાબિત થયો હતો. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકની ઘાતક બોલિંગ સામે સમગ્ર ટીમ 39.4 ઓવરમાં 215 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સિરાજ અને કુલદીપે 3-3 જ્યારે ઉમરાને 2 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલને એક વિકેટ મળી હતી.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર