નવી દિલ્લી: ક્રિકેટના ઇતિહાસમાં (cricket history) 14 માર્ચ એટલે કે આજનો દિવસ ખાસ માનવામાં આવે છે. કોલકત્તાના ઇડન ગાર્ડનમાં (Eden Gardens, Kolkata) વીવીએસ લક્ષ્મણ (VVS Laxman) અને રાહુલ દ્રવિડે(Rahul Dravid) જે પાર્ટનરશીપનો રેકોર્ડ બુક થઇ ગયો છે. આ પાર્ટનરશીપની મદદથી ઓસ્ટ્રેલીયાની ટીમને (Austrelian team) સતત દસમી સીરીઝ જીતવાના તેના સપનાને તોડી નાખ્યું હતું. જેમાં લક્ષ્મણ અને દ્રવિડ વચ્ચે 376 રનની પાર્ટનરશીપ કરી હતી.
બીસીસીઆઈએ ટ્વિટર પર દ્રવિડ અને લક્ષ્મણની તસવીર શેર કરી અને આ ઐતિહાસિક જીતના 20 વર્ષ પૂર્ણ થવાની ખુશી વ્યક્ત કરી હતી. બીસીસીઆઇએ લખ્યું હતું કે આજના જ દિવસે 2001માં વીવીએસ લક્ષ્મણ અને દ્રવિડે ઓસ્ટ્રેલીયાની સામે મેચ જીતીને કોલકત્તા ટેસ્ટ જીતી લીધી હતી.
2001માં કોલકત્તા ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયાના કેપ્ટન સ્ટીવ વૉએ ટોસ જીતીને પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હરભજન સિંહે આ મેચમાં હેડ્રિક લીધી છતા પણ ઓસ્ટ્રેલીયાના કેપ્ટન સ્ટીવ વૉ 110, મેથ્યું હેડન 97 અને જસ્ટિન લેંગર 58 રનની ઈનિંગની મદદથી 445 રન કર્યા હતા.
જવાબમાં ભારતીય ટીમે પહેલી ઇનિંગમાં 171 રનમાં ઓલ આઉટ થઇ હતી. અને ત્યાર બાદ ફોલઓન વીવીએસ લક્ષ્મણ અને દ્રવિડે જોરદાર પાર્ટનરશીપ કરીને આ દિવસને ઐતિહાસિક દિવસ બનાવી દીધો હતો.
લક્ષ્મણ-દ્રવિડ વચ્ચે 376 રનની પાર્ટનશીપ
એક સમયે ભારતે 4 વિકેટ ગુમાવી 223 રન બનાવ્યા હતા અને ત્રીજા દિવસની રમત પૂર્ણ કરી અને 254/4 અને ઓસ્ટ્રેલીયા હજી પણ ભારત 20 રન પાછળ હતું. લક્ષ્મણ 109 રન બનાવીને ક્રિઝ પર રમી રહ્યો હતો. અને બીજી બાજુ દ્રવિડ પણ રમી રહ્યો હતો.
ચોથા દિવસે જે થયું તે કોઇએ વિચાર્યું પણ નહતું. આખા દિવસ દરમિયાન ભારતની એક પણ વિકેટ ન પડી અને ભારતનો સ્કોર 550 કરતા પણ વધારે થઇ ગયો હતો. પાંચમી વિકેટ માટે દ્રવિડ અને લક્ષ્મણ વચ્ચે 350 રન કરતા પણ વધુની પાર્ટનશીપ થઇ ગઇ હતી. અને આ એક અનોખો રેકોર્ડ છે. ભારતે 657/7 રનના સ્કોર પર ઈનિંગ ડિક્લેર કરી હતી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર