ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવનું ડેબ્યુ, ધોનીના રાજ્યમાંથી વધુ એક ખેલાડીને મળ્યો ચાન્સ

ઇશાન કિશનની ફાઈલ તસવીર

ઝારખંડના વિકેટ કિપર બેટ્સમેન ઈશાન કિસન ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટી-20 ઇન્ટરનેશનલમાં ડેબ્યુ કર્યું છે. ગત આઇપીએલ સીઝનમાં તેણે 516 રન કર્યા હતા.

 • Share this:
  નવી દિલ્લી: વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન (wicketkeeper batsman ishan kishan) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International cricket) પ્રવેશ કરવા જઇ રહ્યો છે. તેને બીજી ટી 20 (IND vs ENG) માટે ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. ઇશાન કિશન ઝારખંડથી ઘરેલું ક્રિકેટ રમે છે. ટીમ ઈન્ડિયાને એકમાત્ર ટી 20 વર્લ્ડ કપનો ખિતાબ અપાવનાર કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પણ ઝારખંડથી રમ્યો હતો.

  એટલે કે, આ બીજા ધોની પણ બની શકે છે. ઇશાન મોટા શોટ્સ માટે જાણીતો છે. તે મેચમાં શિખર ધવનની જગ્યાએ કેએલ રાહુલ સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. સૂર્યકુમાર યાદવ પણ મેચમાં ડેબ્યુ કરશે. ઇશાન અને સૂર્યકુમાર બંને આઈપીએલની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે.

  22 વર્ષીય ઇશન કિશન મુંબઇ ઇન્ડિયન્સ તરફથી ઓપનિંગની સાથે નંબર 3 પર રમ્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ અંગે તેમણે કહ્યું હતું કે, તે કોઈપણ સંખ્યા પર રમવા તૈયાર છે. ઇશાને આઈપીએલની છેલ્લી સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા 14 મેચોમાં 516 રન રમ્યા હતા. તે તેની ટીમનો ટોપ સ્કોરર રહ્યો હતો.

  આ પણ વાંચોઃ-અકસ્માતનો live video, સુરત નજીક નેશનલ હાઇવે ઉપર ફૂલ સ્પીડ દોડલી પિકઅપ જીપ ધડાકાભેર ટ્રક સાથે અથડાઈ

  આ પણ વાંચોઃ-જન્મદિવસની પાર્ટીમાં થઈ મોટી બબાલ, ઢાબા ઉપર મારામારી દરમિયાન બર્થ ડે બોયનું મોત

  ગત સિઝનમાં તેણે ચાર અર્ધસદી પણ ફટકારી હતી. સમગ્ર આઇપીએલ ટૂર્નામેન્ટમાં રનની દ્રષ્ટિએ તે પાંચમા ક્રમે હતો. તેણે 30 સિક્સર ફટકારી હતી. જેમાં તેની સ્ટ્રાઇકરેટ 146 હતો. તેની બેટિંગના કારણે જ મુંબઈ ઈન્ડિયન્સ પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી.

  ઝારખંડના વિકેટકીપર બેટ્સમેને ઘરેલું વન-ડે ટૂર્નામેન્ટ વિજય હઝારે ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. તેણે પ્રથમ મેચમાં જ મધ્યપ્રદેશ સામે 94 બોલમાં 173 રનની ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે 11 સિક્સર અને 19 ચોગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ પણ 184 થી વધુ હતી. જો કે આ પછી તે ટૂર્નામેન્ટમાં મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં.  તેની કારકિર્દીની વાત કરીએ તો તે અત્યાર સુધીમાં 95 ટી20 સામે રમ્યો છે. તેણે 29 ની એવરેજથી 2372 રન બનાવ્યા છે. જેમાં 13 અડધી સદીનો સમાવેશ થાય છે જેમાં તેની સ્ટ્રાઇક રેટ 134 છે.
  Published by:ankit patel
  First published: