10 વર્ષથી ઘરે નથી ગયો મલિંગા, સિલાઈકામ કરીને જીવન વિતાવે છે માતાપિતા

News18 Gujarati
Updated: July 26, 2019, 12:59 PM IST
10 વર્ષથી ઘરે નથી ગયો મલિંગા, સિલાઈકામ કરીને જીવન વિતાવે છે માતાપિતા
લસિથ મલિંગા

ગાલેના રથગામા કસબા સ્થિત મલિંગાના એક માળના ઘર બહાર તેના નામની કોઈ તખતી કે દરવાજા પર ઘંટડી નથી.

  • Share this:
શ્રીલંકાનો ફાસ્ટ બોલર લસિથ મલિંગા શુક્રવારે 26 જુલાઈના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ પોતાની કારકિર્દીની અંતિમ વન ડે રમશે. હાલ તે શ્રીલંકાના મહાન ખેલાડીઓમાં સામેલ છે, વિશ્વ ક્રિકેટ દિગ્ગજોની યાદીમાં પણ તે પોતાનું નામ સામેલ કરાવી ચુક્યો છે. જોકે, બહુ ઓછા લોકોને ખબર હશે કે દુનિયાના બેટ્સમેનો માટે ખૌફ બનેલો લસિથ મલિંગા 10 વર્ષથી પોતાના ઘરે નથી ગયો તેમજ તેના માતાપિતા ગરીબીમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે ગાલેના રથગામા કસબા સ્થિત મલિંગાના એક માળના ઘર બહાર તેના નામની કોઈ તખતી કે દરવાજા પર ઘંટડી નથી. સામાન્ય લોકોનું ઘર હોય તેવું જ આ ઘર છે. ઘરનો દરવાજો ખોલો તો લાકડાનો અવાજ આવે છે. લસિથ મલિંગાની માતા સ્વર્ણા પોતાના જીવનનિર્વાહ માટે સીલાઈનું કામ કરે છે. સ્વર્ણા પોલીસ્ટરના કપડાં સીવવાનું કામ કરે છે. સ્વર્ણા કહે છે કે હું મારા કપડાં પણ જાતે જ સીવું છું, મારા પતિ (લસિથ મલિંગા) પણ આવું જ કામ કરે છે. આ અમારી આદતનો ભાગ છે.ઘરના એક ખૂણામાં લસિથ મલિંગાની તસવીરથી સજાવેલી એક ફોટો ફ્રેમ છે. આ ફોટોમાં મલિંગા શ્રીલંકાની પ્રેક્ટિસ કિટ પહેરેલો નજરે પડે છે. માતા કહે છે કે, "મલિંગા કોઈ દેશના પ્રવાસે ગયો હતો, એક રાત્રે અચાનક મને તેની યાદ આવી હતી. મેં આખા ઘરમાં તેની તસવીર શોધી પણ મળી નહીં. પછી એક મેગેઝિમાં છપાયેલી તેની તસવીર કાપીને મેં અહીં ટાંગી દીધી હતી."

દસ વર્ષથી ઘરે નથી આવ્યો મલિંગા

સ્વર્ણા કહે છે કે મેં ચાર મહિનાથી મલિંગાને નથી જોયો, હવે અમને આ બધી વાતની આદત પડી ગઈ છે. મલિંગા 10 વર્ષથી અહીં નથી આવ્યો. કદાચ તે વધારે વ્યસ્ત રહે છે અથવા તેને કોલમ્બોની જિંદગી પસંદ પડી ગઈ છે. તે જ્યાં પણ હોય ખુશ રહે, અમે અહીં ખુશ છીએ. એક વખત હું કોલંબો ગઈ હતી, ત્યાં મારો ત્રીજો દીકરો પણ રહે છે. કોલમ્બોની ભીડ મને પસંદ નથી. નોંધનીય છે કે વર્લ્ડ કપ દરમિયાન પોતાની સાસુનું નિધન થતાં મલિંગા અધવચ્ચે જ સ્વદેશ પરત ફર્યો હતો.
First published: July 26, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading